તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુસ્તકોની ભેટ:આમોદ્રા હાઇસ્કુલને 2 હજાર પુસ્તકો ભેટ મળ્યા

ઊના6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇના દાતાએ વિગતો જાણીને પુસ્તકો મોકલ્યા

ઊનાના મોઠા ગામના વતની અને હાલ મુંબઈ રહેતા જશવંતભાઈ કલ્યાણજી ઉપાધ્યાયે સોશ્યલ મીડિયાના માધ્યમથી આમોદ્રાની શાળાના પુસ્તકાલય અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જાણી હતી. અને તેમણે રેવાશંકર નરભેરામભાઇ ઉપાધ્યાયને તેમની પાસેના પુસ્તકો આમોદ્રા વિનય મંદિર હાઈસ્કુલને ભેટ આપવા પ્રેરિત કર્યા હતા.

આ તમામ પુસ્તકોને પિનાકભાઈ ઉપાધ્યાય અને ભાસ્કરભાઈ ઉપાધ્યાયે 4 મોટા કોથળામાં પેક કરી મુંબઈથી ઊના ટ્રાવેલ્સ બસમાં પહોંચતા કર્યા હતા. મોટા સમઢિયાળાના વતની અને બસના ડ્રાઈવર ભનુભાઈ ગોઢાણિયાએ પણ આવા ઉમદા કામ માટે મુંબઈથી ઊના સુધી વિનામૂલ્યે પુસ્તકો લાવવાની વ્યવસ્થા કરી આપી હતી. આ બે હજાર પુસ્તકોને 7 કબાટમાં સમાવાયા હતા. પુસ્તકો મોકલવા બદલ શાળાએ જશવંતભાઈ કલ્યાણજી ઉપાધ્યાય, રેવાશંકર નરભેરામભાઇ ઉપાધ્યાય અને ભનુભાઈ ગોઢાણિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...