સુવિધા:ઊના-ગીરગઢડા તાલુકાના 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવાઇ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગામડાના લોકો માટે સુવિધા અપાઇ

ઊના-ગીરગઢડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 6 એમ્બ્યુલન્સ ફાળવામાં આવી છે. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પુંજાભાઈ વંશની ગ્રાન્ટમાંથી સામતેર, ગરાળ, ધોકડવા, ભાચા, ફુલકા, ફાટસરના પ્રા.આરોગ્ય કેન્દ્રને અર્પણ કરાઈ હતી. અને એમ્બ્યુલન્સને પ્રજાહિત માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઇમરજન્સી સેવા મળી રહેશે. અને ગ્રામ્ય વિસ્તારમાંથી ઊના તેમજ બહાર સારવાર માટે ઉપયોગી બનશે.

આ તકે સામતેર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામના લોકો, આગેવાનો, કાર્યકરો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સારા કાર્ય માટે પુંજાભાઈ વંશને બિરદાવ્યા હતા. આમ તાલુકા 6 ગામના પ્રા.આરોગ્ય કેન્દ્રને 6 એમ્બ્યુલન્સનો લાભ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...