તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ઊનાના સામતેર પીએચસીમાં એમ્બ્યુલન્સ ખાઇ રહી છે ધૂળ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.10 લાખના રિપેરીંગ ખર્ચ પછીયે 3 જ માસ ચાલી

ઊના તાલુકા ટીએચઓએ સામતેર પીએચસીની મુલાકાતે લીધી હતી. ત્યારે ગામના પૂર્વ સરપંચ કાળુભાઇ સોલંકીએ મૌખિક રજુઆત કરી હતી. ત્યારે ટીએચઓ દ્વારા રજુઆતને ધ્યાને લઇને એમ્બ્યુલન્સની સમય મર્યાદા પૂર્ણ થતી હશે તો સામતેર પીએચસીને ફાળવવામાં આવશે. અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરીશ એમ જણાવ્યું હતું. જોકે, આ એમ્બ્યુલન્સને 6 માસ પહેલાં રૂ. 1.10 લાખના ખર્ચે રીપેરી કરાઇ હતી. ત્યારબાદ ત્રણજ માસમાં ફરી બંધ પડી ગઇ છે. તેની પણ તપાસ થવી જરૂરી છે.

આ વાતને 3 માસ વિતી ગયા પછી પણ રીપેરીંગ કરાયું નથી. એક તરફ સરકાર ત્રીજી લહેર માટે સજ્જ છે. ત્યારે સામતેર પીએચસી આરોગ્ય કેન્દ્ર ઇમરજન્સી એમ્બ્યુલન્સ ધુળ ખાય છે. આ એમ્બ્યુલન્સને તાત્કાલીક ધોરણે ચાલુ કરવામાં આવે તો આજુબાજુના 16 જેટલા ગામોમાંથી આવતા દર્દીઓને બહાર રીફર કરવામાં મદદરૂપ થાય એવી માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...