તપાસ:ઊનામાં 60 લાખની આંગડિયા લૂંટનું પગેરું અમદાવાદ લંબાયું

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામેશ્વરના પાટિયા પાસે ચાની હોટલે અમરેલી જવા પુછપરછ કરી 'તી

ઊના શહેરમાં ગત તા. 19 ઓક્ટો.ના રોજ પટેલ સોમાભાઇ રામદાસ પેઢીના કર્મચારી પાસેથી રૂ. 60.80 લાખની માલમત્તા ભરેલા થેલાની લૂંટ થઇ છે. લૂંટારાઓ કારમાં નાસી ગયા છે. ત્યારે આ બનાવમાં પોલીસ તપાસમાં તેનું પગેરું અમદાવાદ સુધી લંબાયું છે. લૂંટાયેલા કર્મચારી બાબુભાઇની કેફિયતના આધારે પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની મદદ લીધી છે. જેમાં લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ કાર ગરાળના પાટીયા પાસે મૂકીને નાસી ગયાનું જાણવા મળ્યું છે.

જોકે, પોલીસનો ડોગ પણ ત્યાં સુધીજ ગયો હતો. લૂંટારાઓએ તેમની કાર બંધ પડી જતાં તે ચાલુ કરવા ધક્કા પણ માર્યા હતા. પણ સ્ટાર્ટ ન થતાં ત્યાંજ રેઢી મૂકીને નાસી ગયા હતા. ત્યાંથી તેઓ પાંચેક કિમી દુર આવેલા રામેશ્વરના પાટિયા પાસે ચાની હોટલે પહોંચ્યા હતા.

અહીં સુધી તેઓ ચાલીને પહોંચ્યા કે બીજા વાહનમાં એની તપાસ પણ થઇ રહી છે. ત્યાંથી તેઓએ અમરેલી તરફ જવા વાહનની પૂછપરછ કરી હતી. જોકે, ત્યાંથી તેઓ અમરેલી તરફ જવાને બદલે ભાવનગર રોડ તરફ ગયાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. બીજી તરફ પોલીસે શંકાસ્પદો પણ પુછપરછ પણ શરૂ કરી છે. ગુનામાં વપરાયેલી કાર અમદાવાદની હોવાનું ખુલતાં તેના માલિક સુધી પહોંચવા પોલીસની એક ટુકડી અમદાવાદ પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...