તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:અમોદ્રા ગામના અસરગ્રસ્તો બેંકના વાંકે સહાયથી વંચિત

ઊના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમોદ્રા સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકનો અણઘડ વહીવટ

તાઉતે વાવાઝોડાને આજે બે મહીના થવા આવ્યા છે છતાં પણ આમોદ્રા ગામે ગામતળમાં થયેલા નુકસાનની સહાય રકમ તંત્રએ જેતે બેંકોમા નાખી દીધી છે. છતાં પણ આમોદ્રા સૈરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાં ખાતા ધરાવતા ગામના સેંકડો અરજદારોને બેંકના અણધટ વહીવટ કે ઢીલી નીતીના કારણે સહાયનું એક ફદીયુ પણ મળ્યું નથી.

ઊના તાલુકામાં વાવાઝોડાના કારણે રહેણાંક મકાનો માલઢોરના ઢોરવાડા તેમજ ખેતી અને બાગાયતને પારાવાર નુકસાન થયું છે. આવા સમયે જેતે વખતે જવાબદાર અધિકારીઓ અને તંત્ર દ્વારા સર્વે કરાયા બાદ અસરગ્રસ્ત અજદારોના ખાતાઓમાં સહાયની રકમ તંત્ર દ્વારા જમા કરી હોવાનું જાણવા મળેલ છે.

છતાં પણ અસરગ્રસ્ત ખાતેદારોને સહાયની રકમ ન મળતા આમોદ્રાના ખેડૂત અગ્રણી અને સામાજીક કાર્યકર દિલીપભાઇ સોલંકીએ સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક ઊના શાળાના મેનેજર તેમજ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...