કાર્યવાહી:ચેક રીટર્નના કેસમાં આરોપીને 6 માસની સજા,10 લાખનો દંડ

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનામાં ચેક રીટર્નના કેસમાં નામદાર કોર્ટે રાજકોટમાં રહેતા આરોપીને છ માસની સજા તેમજ ફરીયાદીને રૂ.૧૦ લાખની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો. ઊનામાં રહેતા મનિષભાઇ નવીનચંદ્ર જોબનપુત્રા દિવ્યેમ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા અને ઇલેક્ટ્રોનિક્સનો વેપાર ધંધો કરતા હોય તેમણે રાજકોટના વેપારી શૈલેષભાઇ પોપટભાઇ રૂપાવટીયા પાસેથી વેપારી સબંધમાં ઇલેક્ટ્રનિકના માલના રૂ.8,23,363 નો માલ પેટેના નિકળતા હોવાથી આ રકમનો ચેક આરોપી શેલેષએ મનિષભાઇને આપેલ અને તે ચેક બેંકમાં જમા કરતા આ ચેક અપુરતા નાણા ન હોવાના કારણે ચેક રીટર્ન થયેલ હતો.

અને આ અંગેની ફરીયાદ નામદાર ઉનાની કોર્ટમાં કરતા આ કેસ કોર્ટમાં ચાલી જતાં આ રીટર્ન ચેકના કેસને ધ્યાને રાખી આરોપી શૈલેષ પોપટભાઇ રૂપાવટી રહે. રાજકોટ વાળાને છ માસની કેદની સજા તેમજ રૂ.10 લાખનો દંડ ફટકારેલ આમ કુલ વળતર પેટે રૂ.10 લાખનો હુકમ કરેલ હોય દંડની રકમ ન ભરે તો ત્રણ માસની સજા કરવાનો હુકમ કરેલ છે. વકીલ ભરતભાઇ સોલંકી, પ્રશાંત સોલંકી, વી ડાંગોદરા, કે બી સોલંકી આ કેસમાં રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...