તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મકરનાર સામે લાલ આંખ:બે બહેનો સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની કેદ, રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટી બહેનની સગાઇ તોડાવી નાખવાની ધમકી આપીને નાની બહેન સાથે દુષ્કર્મ આચરતો

ઊનાના સોખડા ગામે રહેતી સગીરા રોજગારી અર્થે જતી હોય. ત્યાં નાથડ ગામના શખ્સે સગીર વયની યુવતી સાથે પ્રેમ સબંધ બાધી દુષ્કર્મ આચર્યું હોય અને તેની નાની બહેનને તેની મોટી બહેન સાથે ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની નાની બહેન સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. આમ આરોપીએ સગીર વયની બન્ને બહેનો સાથે દુષકર્મ આચર્યું હતું.

જ્યારે મોટી બહેનની સગાઈ તોડવાની ધમકી આપી દુષકર્મ વારંવાર અનેક જગ્યાઓએ દુષ્કર્મ આચરનાર સંજય મોહન બાંભણીયા સામે ગત 5 જુલાઈ 2018ના રોજ નાની બહેને ઊના પોલીસ સ્ટેશનામાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીને 10 વર્ષની સજા સાથે રૂ.5000નો દંડ ફટકાર્યો છે.

આ કામના આરોપીએ ફોન કરી નાની બહેનને નાથળ ગામે આવવા જણાવેલ અને સગીર યુવતીને તેની મોટી બહેનના ફોટા વાયરલ કરવાની ધમકી આપી નાથળ ગામે બોલાવી અને ત્યાં સંજયે સગીરવયની યુવતીને શરીર સંબંધ બાંધવા મોટી બહેનના ફોટા બતાવી ધાકધમકી આપી તેની સાથે પણ દુષ્કર્મ આચરેલ હતું. જો કોઇને વાત કરીશ તો જીવથી મારી નાખવાની ધમકી આપી બન્ને બહેનોને બ્લેકમેઇલ કરતો હતો.

આરોપી તેના ધરે તેમજ અન્ય અવારૂ જગ્યા પર લઇ જઇ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. જેમાં ફરિયાદ નોંધાતા ઊના પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ચાર્જશીટ ઊના કોર્ટમાં રજુ કરાતા ટુકાંગાળામાં કેસ ચાલી જતાં ફરીયાદી યુવતી તેમજ તેની મોટી બહેનની જુબાની અને સાહયોગીક પુરાવાઓ સાથે સરકારી વકીલ મોહનભાઈ ગોહેલની દલીલના અંતે દુષ્કર્મ આચરાનર નરાધમ સંજય મોહન બાંભણીયાને વિવિધ કલમ હેઠળ 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 5000નો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો