અકસ્માત:ઊનાના ભાડાસી ગામ નજીક અકસ્માત: ત્રણને ગંભીર ઈજા

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે બાઈક ચાલકો સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો

ઊનાના ભાડાસી ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લોહીલોહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કાળુભાઈ મેઘાભાઈ બાંભણીયા તેમજ કુંવરબેન કાળુભાઈ બાંભણીયા બંન્ને પતિ-પત્ની રહે.રામેશ્વર ગામેથી કાજરડી ગામ તરફ જઈ રહ્યા હતા.

તે સમયે સામેથી આવતી બાઇક ચાલક પિયુષ મોહનભાઈ ભોડુ (ઉ.વ.18)રહે. ભિંગરણવાળા બન્ને બાઇક સામ-સામે ધડાકાભેર અથડાતા ત્રણ વ્યક્તિઓને માથાના તેમજ હાથ પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર માટે ઈમરજન્સી 108 મારફતે ઊના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાથી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ તેમજ બહાર રીફર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...