લોકાર્પણ:સીમરમાં પ્લાન્ટ કાર્યરત, 40થી વધુ દર્દીઓને 24 કલાક ઓક્સિજન પુરૂં પાડવાની ક્ષમતા

ઊના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યનાં હસ્તે લોકાર્પણ કરાયું, સ્ટાફને વિવિધ સુચના આપવામાં આવી

ઊનાનાં સીમર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય પુંજાભાઈ વંશની ગ્રાન્ટમાંથી રૂ.44,78,037નાં ખર્ચે 250 પર મિનીટ ઉત્પાદન ક્ષમતા વાળો 15 કેજી હવામાંથી ઓક્સિજન કનેકશન કરી ડીલેવરી કરતો પ્લાન્ટ જે 40 થી વધુ દર્દીઓને 24 કલાક ઓક્સિજન પુરૂ પાડવાની ક્ષમતા ધરાવે છે. જે તૈયાર થઈ જતા ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરાયું હતું.

આ તકે રામભાઈ ડાભી, ગુણવંતભાઈ તળાવીયા, કાનજીભાઈ સાંખટ, રામભાઈ વાઘેલા, અર્જૂનભાઈ મજેઠીયા, નાજાભાઈ સાંખટ, વિપુલભાઈ દુમાતર, આરોગ્ય સ્ટાફ નવનિયુક્ત સરપંચો હાજર રહ્યાં હતા. કોરોનાનીસ ત્રીજી લહેરને અટકાવવા અને તેમની સામે જરૂરી પગલાં લેવા આરોગ્ય સ્ટાફને ધારાસભ્યએ સુચન કર્યું હતું.

આ ઉપરાંત હોસ્પિટલનાં બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. જે એક વર્ષ પહેલાં જ બની હોય. જેનું બાંધકામ અને પ્લાસ્ટર, દરવાજાની નબળી કામગીરી મુદ્દે જવાબદાર અધિકારીને તપાસ કરી રીપોર્ટ કરવા કહ્યું હતું. આ ઉપરાંત જે મેડિકલ સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. જેનો અન્ય હોસ્પિટલમાં ઉપયોગ થાય તે માટે પણ સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...