દુર્ઘટના:ઊનામાં બિલ્ડીંગ પરથી યુવાન પટકાતા મોત નિપજ્યું

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના શહેરમાં હિરેન્દ્રકુમાર રમેશભાઇ કોરીયા ઉ.વ.21 રહે.નાની ઘંસારી તા.કેશોદ જી.જુનાગઢ તે ઊનામાં એસબીઆઇ બેંક પાસે આવેલ કેસરબાગ વાડીમાં કામ કરતો હતો. ત્યારે ગત શુક્રવારે રાત્રીના 8 વાગ્યાની આસપાસ એસીપીસી અુલ્યુમિનિયમ સીટમાં સ્ક્રુ મારતી વખતે અચાનક યુવાનનો પગ લપ્સી જતાં બિલ્ડીંગના પેલા માળ ઉપરથી નિચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલીક વાડીમાં દોડી જઈ અને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...