તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઊનાના રામેશ્વર ગામની રાવલ નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિત્ર સાથે માછલી પકડવા ગયા બાદ બીજા દિવસે મૃતદેહ મળ્યો

ઊનાના રામેશ્વર ગામે રહેતો યુવાન ગુરૂવારે રાવલ નદીમાં મચ્છી પકડવા તેના મિત્ર સાથે ગયો હતો. પણ મોડે સુધી ઘેર પરત ન ફરતાં તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન આજે સવારે નદીના પાણીમાંથી તેનો મૃતદેહ જોવા મળી આવ્યો હતો. આથી પોલીસે તેને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. ઊનાના રામેશ્વર ગામે રહેતા રણછોડભાઇ માધાભાઇ બાંભણિયા (ઉ. 35) અને તેનો મિત્ર જીણાભાઇ બાબુભાઇ બાંભણિયા ગઇકાલ તા. 1 જુલાઇ 2021 ના રોજ સાંજે 4 વાગ્યાના અરસામાં રામેશ્વર અને મોઠા ગામ વચ્ચેથી પસાર થતી રાવલ નદીમાં મચ્છી પકડવા ગયા હતા.

રાત પડવા છત્તાં રણછોડભાઇ ઘેર પરત ન આવતાં તેના પરીવારના સભ્યોએ તપાસ શરૂ કરી હતી. પણ તેઓ મળ્યા નહોતા. આથી તેના 14 વર્ષિય પુત્ર પિયુષે પિતાની સાથે ગયેલા જીણાભાઇને પૂછ્યું, મારા પપ્પા તમારી સાથે ગયા હતા. એ ક્યાં છે ? આથી જીણાભાઇએ જણાવ્યું કે, મોઠા સાઇડ મચ્છી પકડવા ગયા છે. તેમ કહી ચાલ્યા ગયા. બાદમાં વ્હેલી સવારે રામેશ્વર ગામે સ્મશાન પાસે રાવલ નદીના પાણીમાંથી રણછોડભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં તેમનો પરીવાર અને ગામ લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ પાસેથી મચ્છી પકડવાની ઝાળ અને દોરડું મળી આવ્યા હતા. મૃતદેહને રીક્ષા મારફતે ઊના સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો હતો. સરકારી હોસ્પિટલના ડો. જાદવએ જણાવ્યું હતું કે, યુવાનનું મોત નદીના પાણીમાં ડૂબી જવાથી થયું છે. તેમના વિશેરા લઇ જામનગર મોકલી આપ્યા છે.

રણછોડભાઇ કેવી રીતે પાણીમાં ડૂબી ગયા એ અંગે તેમની સાથે ગયેલા જીણાભાઇને પૂછતાં તેઓ તેમનાથી દૂર મચ્છી પકડતા હોવાથી તેઓને ખ્યાલ ન હોવાથી રણછોડભાઇ કેવી રીતે ડૂબી ગયા એની વિગતો હાલ મળી શકી નહોતી. બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...