તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દીવથી નશામાં ધુત બે કાર ચાલકો તડ ચેક પોસ્ટ પાસે પહોંચતા પોલીસે કારને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ પૂરપાટ ઝડપે ચલાવી બેરીકડ ઉડાળી નાશી છુટતાં નવાબંદર પોલીસે ઝડપી પાડવા કારનો પીછો કર્યો હતો. જે દરમ્યાન આરોપીની કારે તડ-કેસરીયા ગામ વચ્ચે પોલીસની કારને ટક્કર મારી આગળ જઈ બાઈક ચાલકને હડફેટે લેતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.ઘટનાના પગલે પોલીસ બોલેરો નં.જીજે 32 જી 0030 લઇ પીછો કરતા તેમાં સવાર કર્મી પ્રવિણભાઇ બાલુભાઇ તેમજ ડ્રાઇવરને ઈજા પહોંચી હતી.
નાશી છુટેલા કાર કાળા કલરની કાર નં.જીજે 15 સીએફ 4243 ચાલકે ભાડાસી ગામ પાસે બાઇકને પણ હડફેટે લેતા બાઇકમાં સવાર મહેશભાઇ નારણભાઇ તેમજ ઇશ્વરભાઇ નારણભાઇ બન્ને વ્યક્તિને પણશરીરના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. તે જ સમયે ગ્રામજનોએ બન્ને આરોપીને પકડી પાડ્યા હતા. અને કારમાં રહેલો દારૂની સ્થાનિકોએ લુંટ મચાવી હતી. આ અંગેની નવાબંદર મરીન પોલીસ કર્મી પ્રવિણભાઇ મોરીએ આરોપી અશ્વિન મેરામણ દાહીમાં તેમજ ધર્મેશ જેશીંગ ચુડાસમા રહે. ડોળાસા તા.કોડીનાર બન્ને વિરૂધ્ધ ફરજ પર રૂકાવટ સહીતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.