મતદાર યાદી સુધારણા:ઊના ગીરગઢડા તાલુકામાં કુલ 16,133 મતદારોના ફોર્મ ભરાયા, સરનામા ફેરવવા માટે 395 ફોર્મ આવ્યા

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા ચાર તબક્કામાં મતદારો માટે નવા તેમજ સુધારા વધારા સહીતના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં નવા મતદારો, કમી કરવા, સુધારા વધારા તેમજ સરનામા ફેરફાર માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાર તબક્કામાં પૂર્ણ થયેલ છે. આ મતદારોના અલગ અલગ ફોર્મ નંબર પર મતદારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં ઊના ગીરગઢડા તાલુકામાં નવા મતદારો 8191, કમી કરાયેલા 2161, સુધારા વધારા માટે 2000 તેમજ સરનામાં ફેરફાર માટેના 395 ફોર્મ ભરાયેલ હતા. આમ બધા મળી કુલ 16,133 ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...