તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગીરગઢડા તાલુકાનાં એક સરપંચે પરિણીતાને ફસાવી દારૂની લત લગાડી

ઊના11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ધરાર પ્રેમી બની પારકી સ્ત્રી પર નજર બગાડી
 • સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મેસેજો કરી બ્લેકમેઇલ કરતો રહ્યો, મામલો પોલીસમાં

ગીરગઢડા તાલુકાના એક ગામના સરપંચ અને જીલ્લા પંચાયતની એક બેઠક પર ભાજપના ઉમેદવારના પતિ સામે તેનાજ ગામની એક મહિલાએ ફસાવીને બ્લેકમેઇલ કરી દારૂની લત લગાડી બિભત્સ માંગણી કરી આખા ગામ અને સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં અરજી કરી છે.

ગીરગઢડા તાલુકાના એક ગામના વર્તમાન સરપંચ અને જીલ્લા પંચાયતની એક બેઠક પર ભાજપના ઉમેદવારના પતિ સામે તેમનાજ ગામની એક પરિણીતને ગામના સરપંચે સાતેક માસ પહેલાં સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. મહિલા સરપંચને જાણતી હોવાથી અને તેમનાજ સમાજની હોવાથી તેણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. આથી થોડો સમય સામાન્ય વાતચીતના મેસેજની આપલે બાદ સરપંચે પરિણીતાને પ્રપોઝ કર્યું હતું. પરિણીતાએ પોતાને મેસેજ ન કરવા જણાવ્યું. આમ છતાં સરપંચે વારંવાર મેસેજ કરી મોબાઇલ નંબર માંગ્યો. બાદમાં પરિણીતાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા સમજાવી. પરિણીતાએ ફોન મૂકી દીધો. પણ સરપંચ તેને સતત મેસેજ કરતો રહ્યો. સાથે ગાળો દઇ બિભત્સ માંગણી કરી. અને જો પોતાને તાબે ન થાય તો તેને આખા સમાજમાં અને ગામમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી. આથી ડરીને પરિણીતા સોશ્યલ મીડિયામાં સરપંચ સાથે વાતચીત કરતી.

દરમ્યાન સરપંચે તેની પાસે બિભત્સ વીડિયો અને ફોટા મોકલવા માંગણી કરતાં પરિણીતાએ આપઘાત કરી લેવા કહ્યું. આથી સરપંચે તેને ટેન્શન દૂર કરવા દારૂ પીવાની સલાહ આપી. અને તેને અવારનવાર દારૂ પણ મોકલવા લાગ્યો. આ રીતે તેને દારૂની લત લગાડી. દરરોજ સરપંચ પરિણીતાને નશામાં જ બિભત્સ માંગણી કરતો. પરિણીતાએ સંબંધ પુરા કરવા કહી દીધું. આમ છતાં સરપંચે તેને રૂબરૂ મળવા દબાણ કર્યુ. આખરે પરિણીતાએ પતિને સઘળી હકીકત જણાવી. એક દિવસ છટકું ગોઠવી પતિ છૂપાઇ ગયો. અને સરપંચ ઘેર આવતાં અને પરિણીતાએ તેને સંબંધ રાખવાની ના પાડતાં તે બળજબરી કરવા લાગ્યો. એ વખતે પરિણીતાનો પતિ આવી જતાં સરપંચ ઉભી પૂંછડીએ ભાગી ગયો હતો. આથી પરિણીતાએ તેની સામે ગિરગઢડા પોલીસમાં લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

સરપંચે અનેક યુવતીઓને ફસાવ્યાનો આક્ષેપ
સરપંચના બ્લેકમેઇલીંગનો ભોગ બનનાર પરિણીતાના પતિએ એવો આક્ષેપ કર્યો હતો કે, આ સરપંચે અનેક યુવતીને સોશ્યલ મીડિયાના માધ્યમથી ફસાવી છે. પણ આ વખતે તેણે સાવજના મોઢામાં હાથ નાખ્યો છે. તેના પાપનો અંત લાવીને જંપીશું.

ચૂંટણી સમયે મને બદનામ કરવાનું કાવતરૂં: સરપંચ
આ અંગે સરપંચે એવો જવાબ આપ્યો હતો કે, મારૂં સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારા કાકાનો દિકરો વાપરે છે. હાલ ચૂંટણી હોવાથી મને બદનામ કરવાનું કાવતરૂં છે. જે ચેટ પરિણીતા સાથે થયું છે એમાં બળજબરી જેવું કશું કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો