તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડકાયા શ્વાનનો આતંક:ઊનાના સામતેરમાં હડકાયા શ્વાને 7 બાળકોને બચકાં ભર્યાં

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હડકવા વિરોધી ઇન્જેક્શન ન હોવાથી બાળકોને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા

ઊનાના સામતેર ગામે શેરીમાં રખડતા શ્વાન હડકાયું થયું હતું. અને એકસાથે સાત બાળકોને બચકાં ભર્યા હતા. હડકાયા શ્વાને બાળકોને બચકાં ભરતા તમામ બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ ત્યાં હડકાયા વિરોધી ઇન્જેક્શન ન હોવાથી બાળકોને ખાનગી હોસ્પિટલમાં લઇ જઇ ઇન્જેક્શન અપાયા હતા.

હડકાયા શ્વાને રહેતા હેત મેહુલભાઇ જાદવ (ઉ.વ.6), રૂષિતાબેન બાલુભાઇ જાદવ, હેમાબેન રાજુભાઇ સોલંકી, તેમજ પ્રિયતભાઇ ગોરધનભાઇ સહીત સાત બાળકો બચકા ભરી લીધા હતાં. બાળકોની ઉંમર 5 થી 10 વર્ષની છે.બાળકોને બચકા ભરી લેતા ગંભીર રીતે ઇજા પહોચાડી હતી. અને આ બાળકોને ઇમરજન્સી 108 દ્વારા ઊના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા.

હડકાયા શ્વાનના આતંકથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે સરકારી હોસ્પીટલમાં હડકાયા શ્વાનના ઇન્જેક્શન ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરીવારે રૂ.1 હજારના ખર્ચે ખાનગી હોસ્પીટલમાં પોતાના બાળકોને ઇન્જેક્શન મારવા જવા ફરજ પડી હતી. હોસ્પીટલમાં શ્વાનના ઇન્જેક્શન સાદા હોય અને થોડા સમયથી હડકાયાના ઇન્જેક્શન ન હોવાનું ડો.જાદવએ જણાવ્યું હતું. સામતેર ગામે રહેતા શાંતિભાઇ રામભાઇ જાદવના ભત્રીજા હેત (ઉ.વ.6)ને શ્વાને બચકાં ભરતાં હોસ્પિટલે લઇ જવાયા હતા. શાંતિભાઇ મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં 1 હજારના ખર્ચે સારવાર લેવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો