તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બંધારડા ગામના વાડી વિસ્તારમાંથી 52 હજારના વિજ વાયરોનો જથ્થો ચોરાયો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના બંધારડા ગામની સીમ વાડી વિસ્તારમાં રાખેલા પીજીવીસીએલના વિજ વાયરોનો જથ્થો તસ્કરો ઉઠાવી ગયા. જે બાબતે પીજીવીસીએલ કચેરી ધોકડવા ઊના ડિવીઝનના નાયબ ઇજનેરએ ઊના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ઊના નજીકનાં બંધારડા ગામના વાડી વિસ્તાર માંથી પીજીવીસીએલની પસાર થતી ધોડકવાની લાઈન તાઉતે વાવાઝોડાના કારણે પડી ગઈ હતી. જેથી અડચણરૂપ થતા વિજ વાયરો ખેડૂતોએ ગોળ ફિંડલા કરી ખેતરના શેઢે સાઇડમાં રાખી દીધા હોય. જેમાં સબસ્ટેશન ધોકડવાની એલ ટી લાઇનનો 16 ગાળાના વાયર આશરે 2,880 મીટરનો કુલ વજન 230.4 કિલો કિ. રૂ.29,952 તેમજ 11 કિલો વોલ્ટ લાઇનનો 10 ગાળાનો વાયર આશરે 1500 મીટર જેનો વજન 172.5 કિલોના કિ.રૂ.22,425 આમ કુલ 26 ગાળાનો આશરે 4380 મીટર વાયર જેનો કુલ વજન 402.9 કિ.રૂ. 52,377નો વાયરનો જથ્થો પંદર દિવસ પહેલા ચોરી કરી નાશી છુટ્યા હોય જે અંગેની પોલીસમાં અરજી તા.21 જુને કરી હતી. આ બાબતે પીજીવીસીએલ કચેરી ધોકડવા ઊના ડિવીઝનના નાયબ ઇજનેર વિજયભાઇ દામજીભાઇ ખૂંટે ગયકાલે ઊના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને પકડી પાડવા ચક્રગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...