તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની ઘોરબેદરકારી:પાતાપુર-વાવરડાની સીમમાં વરસાદમાં વીજપોલ ધરાશાયી

ઊના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડા બાદ ઉભા કરેલા વીજપોલ પડી જતા તંત્રની ઘોરબેદરકારી

ઊનાના પાતાપુર અને વાવરડા ગામની સીમ અડીને આવેલા ખેતરમાં સામાન્ય વરસાદમાં જ વિજ પોલ ધરાસાઈ થયો છે. વાવાઝોડા બાદ પીજીવીસીએલ દ્વારા ઉભા કરેલા વિજપોલ પડી જતા તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે.

સામાન્ય વરસાદ પડતા જ ઉભા કરેલા વિજપોલ ધરાશાઇ થતાં પીજીવીસીએલની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પાતાપુર તેમજ વાવરડા ગામની સીમવાડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ખેતરોમાંથી પસાર થતી ખેતીવાડીની લાઇનમાં ઉભા કર્યા હતા. અને સામાન્ય વરસાદ વરસતા જમીનદોસ્ત થતા વિજપોલથી ખેડૂતોમાં ભારે રોષ સાથે પીજીવીસીએલની બેદરકારી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા તાત્કાલીક પડી ગયેલા પોલ ઉભા કરી ખેતીવાડી વિજપુરવઠો શરૂ કરવા માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...