તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઊના પાસે વાહન હડફેટે રાહદારી મહિલાનું ઘટના સ્થળે જ મોત

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊનાથી 2 કીમી દૂર ગીરગઢડા રોડ પર ગઈ કાલે રાત્રે અકસ્માત સર્જાયો
 • રસ્તેથી પસાર થતાં લોકોએ મહિલાનાં પતિને જાણ કરી

ઊનાથી 2 કી.મી. દૂર ગીરગઢડા રોડ પર રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત નિપજ્યું હતું. જેમને હોસ્પિટલે ખસેડાતા મુત્યું પામ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. પતિએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે. ઊના ગીરગઢડા રોડ પર આવેલ પેટ્રોલ પંપની આગળ રસ્તા પર શાહિન ઉર્ફે સોનલબેનને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં માથાના તેમજ પગના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેથી તેમને બેભાન હાલતમાં રસ્તા પર પડેલ જોઈ પસાર થતા લોકોએ મહીલાના પતિ શકિલભાઇ બહારૂને જાણ કરી હતી. અને સારવાર માટે તાત્કાલીક પ્રાઇવેટ વાહનમાં ખાનગી હોસ્પીટલે ખસેડાવામાં આવ્યા હતા. ત્યાંથી સરકારી હોસ્પીટલે ખસેડાયેલ જ્યાં હાજર તબીબે મોત થયાનું જણાવતા પરીવારજનોમાં શોક પ્રસરી હતી. જો કે રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હોય તેની તપાસ કરવા પોલીસે સીસીટીવી કેમેરા આધારે તપાસ હાથ ધરેલ છે. મૃતક મહીલાના પતિ શકિલભાઇ શબ્બીરભાઇ બહારૂનીએ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો