તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:ઊનાના માંડવી સીમ વિસ્તારમાં આવેલી ઓરડીમાં દીપડો ઘૂસ્યો, શ્રમિક પાણી વાળવાની મોટર ચાલુ કરવા ગયો ને ધ્યાન ગયું

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના વાંસોજ ગામ પાસે આવેલ નાંલીયા માંડવી ગામની સીમ વાડીમાં રહેલી ઓરડીમાં અચાનક દીપડો ધુસી ગયો હતો અને વાડીમાં કામ કરતા શ્રમિક ઓરડીમાં મોટર ચાલુ કરવા ગયા ત્યારે દિપડો ઓરડીમાં લપાઇને બેઠો જોઇ જતાં તાત્કાલીક બહાર દોડી ગયા હતા અને વનવિભાગને જાણ કરતાં ટીમે સ્થળ પર દોડી જઇ દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો હતો. વાંસોજ ગામના નાજાભાઇ કાનાભાઇ કામળીયા કામ કરતા હતા. તેઓ બપોરના એક વાગ્યાની આસપાસ પાણી વાવવા ઓરડીમાં ઇલેક્ટ્રીક મોટરની સ્વીચ ચાલુ કરવા અંદર ગયા ત્યારે દીપડા પર ધ્યાન ગયું હતું.

દીપડો જોતા નારીયેળી પર ચડી ગયો
નાજાભાઇ કાનાભાઇ કામળીયાએ જણાવેલ કે વાડીમાં પાણી વાળવા માટે ઓરડીમાં મોટરની સ્વીચ ચાલુ કરવા ગયો ત્યારે દીપડો ઓરડીમાં લપાઇને બેઠો હતો. તેને જોઇ મે દોટ મૂકી અને નાળીયેરી પર ચડી ગયો અને આજુબાજુ વાડી વિસ્તારમાં રહેલા યુવાનોને ફોન કરી બોલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો