તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નવાબંદરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ,બિયરના ટીન સાથે શખ્સ ઝડપાયો

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્યનું નામ ખુલતા મરીન પોલીસે ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

ઊનાના નવાબંદર ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમી આધારે નવાબંદર મરીન પોલીસે રેડ કરી હતી. જેમાં મકાનનના અંદરથી અલગ-અલગ વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ, ઊનામાં રહેણાક માકાનમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના અનુસંધાને પોલીસે રેડ કરતા નવાબંદર તાલુકા પંચાયતની સીટ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર ભીખા દેવચંદ બાંભણીયા રહે. નવાબંદરના રહેણાંક મકાનની અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અંદરથી વિદેશી દારૂની બોટલો નં.374 તેમજ બીયરના ટીન 477, એક મોબાઇલ સહીત કુલ રૂ.32,950ના મુદામાલ સાથે એક શખ્સ ઝડપાયો છે.

જેમાં પીએસઆઇ કે.વી. પરમાર, જસાભાઇ પરમાર, સરમણભાઇ છેલાણા, પ્રદિપસિંહ રાયજાદા, પ્રવિણભાઇ મોરી, હરેશભાઇ ભેડા સહીતના સ્ટાફે રેડ કરી આરોપીને દબોચ્યો હતો. જેની પુછપરછ કરતાં દારુ હંસાબેન રહે. ધોધલા, દિવ વાળાનું નામ ખુલતા ઊના પોલીસે નવાબંદર મરીન પોલીસે જાણ કરતાં ઝડપી પાડવા તજવિજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો