તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં કચવાટ:ઊના મામલતદાર કચેરીએ દાખલા કઢવવા લાંબી લાઇન

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજ પુરવઠો વારંવાર ખોરવાતા પરેશાની

ડિઝિટલ યુગમાં તમામ કામગીરી ઓનલાઇન થતી હોય છે. ત્યારે ઊના મામલતદાર કચેરી ખાતે અજરદારલ વિવિધ દાખલાઓ કાઢવા આવતા હોય છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અજરદારો, વિદ્યાર્થીઓ પોતાના આવક, જાતિ દાખલા કઢાવવા પહોચી જતા હોય છે.

આ ઉપરાંત રેશન કાર્ડના સહીતની કામગીરી એકજ ઓપરેટર દ્વારા કરાવવામાં આવતી હોવાથી આખો દિવસ અરજદારો લાઇનમાં ઉભી હેરાન પરેશાન થઇ રહ્યાં છે. જોકે દિવસમાં વિજપુરવઠો વારંવાર ખોરવાતો હોવાથી કામગીરી ઠપ્પ થઇ જાય છે. મોટી સંખ્યામાં અજરદારો, છાત્રો, ખેડૂતોઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે.

અન્ય સમાચારો પણ છે...