તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીરગઢડા તાલુકાના ફુલકા ગામે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા ઘકમાં રહેલ ઘરવખરી સહિતની તમામ વિજવસ્તુઓ બળીને ખાખ થઈ હતી. ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. ફુલકા ગામે રહેતા પુનાભાઇ કાળાભાઇ વંશનું કાચું નળીયા વાળુ રહેણાંક મકાન આવેલ છે. તેઓ મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા છે. વહેલી સવારે ઘરના સભ્યો ઘરમાં બહારથી તાળુ મારી મજુરી કામે ગયા હતા. ત્યારે અચાનક ઘરમાં કોઇ કારણોસર આગ લાગી હતી. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘર માંથી આગના ધુમાળાના ગોટે-ગોટા બહાર ફેલાય જતાં આજુ-બાજુમાં રહેતા લોકોને ધ્યાને આવ્યું હતું.
જેથી તાત્કાલીક ગામ લોકોએ ઘર પાસે પહોંચીને પોતાના વાસણો લઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી જેમાં રોકડ રકમ, અનાજ, જરૂરી કાગળો, ઇલેક્ટ્રીક ચિજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઇ ગયુ હતું. જોકે આગથી ઘર માલીકને રૂ.3 લાખ જેટલાનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. જેથી પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાતા ગામ લોકો દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવી છે. આગની ધટના બનતા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી મંત્રી અને ગીરગઢડા પોલીસને જાણ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.