તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:35 ફોજીનો પરિવાર 27 દિ'થી અંધારામાં

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સનખડા ગામનાં માલણ વિસ્તારમાં પશુ પાણી વિના તરસી રહ્યાં
  • મહિલાઓ કુવામાંથી પાણી ભરે છે

ઊનાથી 20 કિમીઅંતરે આવેલા ગોહીલ દરબારની વધુ વસ્તી ધરાવતા સનખડા ગામ અને તે ગામથી 2 કિમી અંતરે આવેલા માલણ વિસ્તારમાં 1500 જેટલા પરીવારોની વસ્તી ખેતીવાડી વ્યવસાય કરી પરીવારો સાથે વસવાટ કરે છે. ગત તા. 17 મેના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દેતા આ વિસ્તારમાં બાગાયતી વૃક્ષો જમીન પડી ગયા હતાં. મકાન અને ઢાળીયાના પતરા છાંપરા, વિજ પોલ પડી ગયા હતાં. પરંતુ એક માસ જેટલો સમય થવા છતાં પણ માલણ વિસ્તારમાં કોઇ અધિકારી કે તંત્ર દ્વારા નિમણુક કરેેલી સર્વે ટીમ પહોચી નથી. સહાય પણ ચુકવાય નથી.

સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી 35 જેટલા જવાનો આર્મીમાં જોડાયેલા છે. દેશના સીમાડે માં ભોમની રક્ષા કરી રહ્યા છે. તેમના પરીવાર પર આભ ફાટ્યું છે. સંતાનોના અભ્યાસ બગડી રહ્યો છે. સીમ શાળા બાજુમાં આવેલી છે,પરંતુ તેમાં પણ ભારે નુકસાન થતાં શિક્ષણ મેળવવું મુશ્કેલ છે.

ખેડૂતો વિજળીના અભાવે ખેતી કરી શકે તેમ નથી. ઝૂપડા, મકાનોના નળીયા પતરા પણ મળતા નથી, તેથી રહેવાનો આશરો ખુલ્લો છે. માલણ વિસ્તારમાં અંદાજીત 300થી વધુ ખેડૂતોની જમીન આવેલી છે,અને 1500થી વધુ વસ્તી હોય 200થી વધુ બાળકોએ નિશાળે જવાનું છોડી દીધુ છે.

35 આર્મીમેન પરીવારોનું માદરે વતન અંધારામાં
બિપીનભાઇ જોરૂભાઇ ગોહીલએ જણાવ્યું હતુ કે, અમારા પરીવારના 8 સભ્ય આર્મીની વિવિધ પોસ્ટ પર ફરજ બજાવે છે. ગામના કુલ 35 જેટલા જવાનો દેશની સરહદે તૈનાત છે. મકાનો વાડી વિસ્તારમાં આવેલા છે. લાઇટના અભાવે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

10 ભાઇઓનું 150 વ્યક્તિનો પરીવાર
ધુસાભાઇ ગોહીલના 10 ભાઇઓનું 150 વ્યક્તિનું આખુ પરીવાર માલણમાં વસવાટ કરે છે. વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. છતાં કોઇ પુછવા આવેલ નથી. અને સહાય પણ આપી નથી. ખેતી પર પરીવારનો નિભાવ ચાલે છે. લાઇટ ન હોવાથી પશુધન પણ તરસ્યા રહે છે. દોરડા બાંધી કુવામાંથી પાણી મેળવીએ છીએ.

અનાજ અને કેરોસીન પણ મળતું નથી
માલુબેન ગોહીલ જણાવ્યું હતું કે, વાવાઝોડા પછી 17 મેથી પાવર બંધ થતાં દિવો કરીને તેમના પરીવારની રાત દિવસ સુરક્ષા કરી રહ્યા છે. માલણમાં સિંહોની અવર જવર રહે છે. સરકારી રાશન પણ મળતુ નથી. અને કેરોસીન પણ ન મળવાના કારણે તેલનાન દિવા કરી પ્રકાશ મેળવી દિવસો કાઢી રહ્યા છે.

ગોળ અને બાફેલો બાજરો ખાઇને દિવસો કાઢ્યા
નાનુભાઇ ગોહીલએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ તો ગોળ, બાફેલ બાજરો ખાઇ ભુખના દિવસો કાઢ્યા. સહાય મળી નથી. કોઇ રાજકીય નેતા અધિકારીઓ ડોકાયા નથી કુવામાં પાણી છે, ડિઝલ મશીન પોસાતુ નથી એટલે ધર પુરતુ અનાજ અને પશુ પુરતુ પાણી અવેડામાં ભરી મશીન બંધ કરી દઇએ છીએ.

અન્ય સમાચારો પણ છે...