કાર્યવાહી:ધોકડવાના મહિલા સરપંચના પતિ સામે મારમારી છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એભલ મથુર બાંભણીયા - ફાઈલ તસવીર - Divya Bhaskar
એભલ મથુર બાંભણીયા - ફાઈલ તસવીર
  • રોડ તારા બાપનો નથી તેમ કહી ધક્કો મારી, 4 ઝાપટ ઝીંકી દીધી

ગીરગઢડાના ધોકડવાનાં મહીલા સરપંચના પતિએ જ મહિલાનું સન્માન જાળવવાના બદલે જુના મનદુઃખને ધ્યાને રાખી રોડ પર ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી પોતે અને પોતાના મળતીયાઓનો પાવર રાખી મહીલાને માર મારી અને મહિલાની છેડતી કર્યાની ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાતા ચકચાર મચી જવા પામેલ છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ધોકડવાના મહિલા સરપંચ પતિ એભલ મથુર બાંભણીયાએ ગામમાં રહેતા નિતાબેન કરશનભાઇ બલદાણીયા અને તેમના પતિ કરશનભાઇ ઉર્ફે ધર્મેશભાઇ હાદાભાઇ બલદાણીયા બન્ને સવારે કારમાં બેસી ધોકડવાથી ખૂંટવડા જતાં હતા. ત્યારે બેડીયા-સોનારીયાનાં રસ્તા પર રોડનું કામ ચાલુ હોય ટ્રાફીક હોવાથી રોડની સાડઇમાં કાર ઉભી રાખી હતી. એ સમયે એભલે ત્યાં આવીને કહેલ કે અહીં ગાડી ઉભી રાખો નહી, તમારા બાપાનો રોડ નથી, તેમ કહી ઉશ્કેરાઇ જઇ મહીલાને ધક્કો મારી પીઠના ભાગે 4 ઝાપટ મારી દીધી હતી.

જેથી મહીલાએ રાડોરાડ કરતા તેમના પતિ ધર્મેશભાઇએ છોડાવવા વચ્ચે પડતા તેને પણ એભલે પાવડાના હાથા વડે કોણીમાં એક ઘા મારી ઇજા કરી હતી. આમ ફરીયાદીના પતિ ધર્મેશ સાથેના જુના મનદુઃખને ધ્યાને રાખી સામાન્ય બાબતે સરપંચ પતિ એભલ મથુર બાંભણીયાએ ઝઘડો કરી મારમારી છેડતી કર્યાની નિતાબેન બલદાણીયાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

સરપંચ મહિલા પણ પંચાયતનો વહીવટ તેના પતિનાં હાથમાં
ધોકડવા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મહીલા ચુંટાઇ આવ્યા છે. પરંતુ સમગ્ર ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ કરતા હોય છે. અને ગામમાં દુકાનો ક્યારે ખુલી રાખવી, ક્યારે બંધ રાખવી, બાંધકામ કરવુ હોય તો પણ પંચાયત પાસે જવાનું આમ પંચાયત અધિનીયમમાં જે બાબતો ન આવતી હોય તેવી બાબતોની અમલવારી કરવાનો આગ્રહ રાખતા હોવાનો ગ્રામજનોમાંથી સૂર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...