તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નાઠેજ ગામે ખનીજ ચોરીના 3 શખ્સો સામે છેક 1 વર્ષ બાદ ગુનો નોંધાયો

ઉના20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનાના નાઠેજ ગામે 1 વર્ષ પહેલા સરકારી ગૌચર જમીનમાં ગે.કા. પથ્થરની ખાણમાં ચકરડી મુકી ખનન થતું હોવાની બાતમી ગીર-સોમનાથ જિલ્લા ખાણ ખનિજને મળતા ખાણ પર દરોડા પાડી પથ્થર કાપવાની ચકરડી, ખનીજ સહીત મુદામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં ખનીજ ચોરી કરનાર ત્રણ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોધાય છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નાઠેજ ગામની સીમ વિસ્તારમાં આવેલ સરકારી ગૈચર જમીન સર્વે. નં. 191માં ગત 20 માર્ચ 2020ના રોજ ખનીજ ચોરી થતી હોવાની બાતમી આધારે મામલતદાર, સર્કલ ઓફિસર સહીતનાએ રેઇડ કરતા ગે.કા. ખનીજ પથ્થર કાઢી સપ્લાય કરવામાં આવતુ હોય. જેમાં પુછપરછ કરતા આ ગે.કા.ખનન મનુ દેવશી લાખણોત્રા, રાજશી માંડણ ચોહાણ રહે. નાઠેજ તેમજ ધીરૂ માંડણ ચોહાણ દ્વારા કરવામાં આવેલ હોય. જેમાં 3 ચકરડી, ખનીજ સહીત કુલ રૂ. 12,75,000ના મુદામાલ સાથે પકડી પડેલ હોય. જેની તપાસ દરમ્યાન આ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગીર-સોમનાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇસ્પેક્ટર વિપુલકુમાર યોગી એ ત્રણ શખ્સો વિરૂધ ઊના પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો