મતદારોની લાઈનો લાગી:ઊનાની 66 ગ્રા.પં.માં 75 ટકા મતદાન, દેલવાડામાં મતદારોને ટોકન અપાયા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઊના પંથકની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા લોકો ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
ઊના પંથકની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા લોકો ઉમટી પડ્યા હતા.
  • 5 વાગ્યા સુધીમાં 68 ટકા જેટલું નોંધાયું હતું, મતદારોની લાઈનો લાગી હતી

ઊનાની 66 ગ્રા.પં.ની ચૂંટણીમાં વહેલી સવારે ૭ વાગ્યાથી સાંજ ૫ વાગ્યા સુધીમાં શાંતિ પૂર્વક મતદાન થયું હતું. જેમાં કુલ ૧,૪૫,૨૮૯ મતદારો પૈકી ૪૯,૩૪૫ પુરૂષ તેમજ ૫૦,૩૩૧ સ્ત્રી મતદારોએ પોતાનાં મત્તાધિકારનો ઉપયોગ કરતા કુલ ૯૯,૬૭૬ મતદારોએ મતદાન કર્યું હતું. અને કુલ ૬૮.૬૧ ટકા ૬૬ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરેરાશ મતદાન થયેલ છે.

દેલવાડા ગામે ૬ વાગ્યા પછી પણ મતદારોની મોટી લાઇનો મતદાન કરવા માટે મતદાન મથકે ઉમટી પડતા સમય પૂર્ણ થવામાં હોય જેથી ટોકન આપી મતદાન મથકમાં બોલાવી લેતા વધુ મતદારો લાઇનમાં મતદાન કરવા રાહ જોઇ રહ્યા હતા. અને સાંજના ૬ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન ૭૫ ટકા સુધી થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.મંગળવારે ઊનાની શાહએચડી હાઈસ્કુલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.

સીલોજ ગામે મતપત્રક ફાડ્યું
સીલોજ ગામે ગ્રા.પં.ની ચૂંટણીનાં મતદાન સમયે વોર્ડ નં-6નાં બુથ પર જાહીબેન કાળુભાઇ બાંભણીયા મતદાન કરવા પહોચ્યા ત્યારે તેમનું મતપત્ર એજન્ટે હાથમાંથી ઝુટવી લઇ ફાડી નાંખતા ફરજ પરનાં અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી.

આમોદ્રા ગામે 83 વર્ષનાં વૃદ્ધ સાયકલ પર પહોંચ્યા
ઊનાનાં આમોદ્રાનાં ગોવિંદભાઈ રાજાભાઈ મોરી સાયકલ લઈને મતદાન મથક પર પહોંચ્યા હતા. અને લોકોશાહીનાં પર્વની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...