તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર દ્વારા સહાયનાં નામે મજાક:ખત્રીવાડામાં 17 પરિવારને 700 રૂપિયાની સહાય

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામ લોકો પાણી મેળવવા રાવલ જુથ યોજના પર આધારીત
  • વાવાઝોડા બાદ મીઠા પાણીનાં એક ટ્રેકટરનાં 1 હજાર ચુકવવા પડે છે

ઊના તાલુકાનાં દરિયા કિનારાનાં ખત્રીવાડા ગામમં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું હતું. અહીંનાં લોકો હજુ વાવાઝોડાની અસરમાંથી ઉભા થયા નથી. તેમજ તંત્ર દ્વારા સહાયનાં નામે મજાક કરવામાં આવી રહ્યાં લોકોએ આક્ષેપ કર્યો હતો. માત્ર 17 પરીવારોને રૂ.700 લેખે કેશડોલ સહાય ચુકવાઇ છે.

અંદાજીત 4000ની વસતીમાં કોઇપણને કેશડોલ સહાય, ધરવખરી નુકસાની અને મકાન નુકસાનની સહાય ન અપાતા અને ફોર્મ ભર્યાના 25 દિવસ પછી પણ સહાયથી વંચિત છે. ગામની નદી અને કુવા બોરમાં ખારા પાણી આવતા હોવાથી પીવા લાયક રહ્યા નથી. આ ખારા પાણી ઢોરપશુ પણ પીતા નથી. જ્યારે ગામ લોકોને મીઠા પાણી મેળવવા માત્ર રાવલજુથ યોજના આધારીત રહેવું પડે છે. તેમજ મીઠા પાણીનાં એક ટ્રેકટરનાં 1 હજાર રૂપિયા ચુકવવા પડે છે.

6 કિલો મીટર દૂરથી પાણી લાવું છું
બાબાુભાઇએ કહ્યું હતું કે,ખત્રીવાડા ગામના પાણી બે-ત્રણ દિવસે એક વખત આવે છે. અને સંપમાં ભરાય છે. વાસ્મો યોજના હેઠળ નળ કનેક્શન છે. પાણી પુરતુ નહી હોવાથી છ થી સાત કિ.મી. દૂર પાણીનું ટેન્કર ભરવા જવું પડે છે.

પાણી લાગવગથી આપવામાં આવે છે
ગામમાં લાગવગશાહીથી પાણી અપાય છે. કોઇ સહાય અપાઇ નથી મત લઇ જાય છે. પરંતુ ગરીબોને મદદ કરતુ નથી. પાણીના રૂ.200 લે છે. > રણછોડભાઇ

મકાનનો સહારો પણ છીનવાયો: પતિ-પત્ની
ગોવિંદભાઇ પાંચાભાઇ અને તેમના પત્નિ આંખે જોઇ પણ શક્તા નથી. અને તેમનો ધરનો સહારો વાવાઝોડાની હોનારતે છીનવી લીધો છે. હાલ આ વૃધ્ધદંપતિ પોતાની દિકરીના ધરે રહી જીંદગી પસાર કરે છે. તેને પણ હજુ સુધી સહાય ચુકવાઇ નથી.

તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે: કાળુભાઇ
​​​​​​​ કાળુભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, ગામને 60 ટકા કરતા વધારે નુકસાન થયું છે. સર્વે ટીમ આવેલ, છેવાડાનું ગામ છે. 26 દિવસે વિજળી આવી છે. વાવાઝોડા બાદ ગામમાં અનેક સમસ્યાથી ધેરાયેલુ છે.

કુદરતે પતિ છીનવી લીધો, દિકરા નથી અને હવે બેધર થયા
​​​​​​​જેઠીબેને ભાણાવભાઇએ કહ્યું હતુ કે,લગ્ન બાદ 30 વર્ષ પહેલા પતિનું મોત થયેલ લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં દિકરી હોય અને તેના પણ લગ્ન કરી દીધા દિકરા કુદરતે આપ્યા નથી. વાવાઝોડમાં આસરો પણ છીનવાઇ ગયો છે.

આખા ગામને નુકસાન થયું, સહાય નહીંવત
​​​​​​​કખત્રીવાડા ગામ ખેતીવાડી અને મજુર વર્ગના લોકો રહે છે. વાવાઝોડાએ ભારે નુકશાન કરેલ નાના ગામના લોકોને સહાય મળી નથી. 4000 ની વસ્તીમાં માત્ર 17 લોકોને નહિવત કહી શકાય એવી કેશડોલ સહાય આપી તંત્રએ ખત્રીવાડા ગ્રામજનો સાથે મજાક કરી છે.

અન્ય સમાચારો પણ છે...