ક્રાઇમ:ઊના નજીકની તડ ચેક પોસ્ટ પાસે કારમાંથી 60 બોટલ દારૂ ઝડપાયો

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેની અટક, બે નાસી ગયા, પોલીસે પુછપરછ હાથ ધરી

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવથી આવતી કારમાં દારૂ સપ્લાય થતો હોવાની બાતમી આધારે નવાબંદર મરીન પોલીસે તડ ચેકપોસ્ટ પર કારને રોકાવી તલાસી લેતા કારના ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ સાથે 2 શખ્સોને ઝડપી પાડેલ અને બે શખ્સો નાશી છુટ્યા હોય નવાબંદર મરીન પોલીસે 4 શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પીયુષ શૈલેષ દોંગા, કલ્પેશ ડાયા દોમડીયા દીવથી આવતા હોય ત્યારે તડ ચેકપોસ્ટ પર પોલીસનું વાહન ચેકીંગ દરમિયાન કાર નં.જીજે -16- એજે -2240 ને રોકાવી અંદર તલાસી લેતા ચોરખાનામાંથી અલગ- અલગ બ્રાન્ડની બોટલો 60 કિ.રૂ. 47,500 તેમજ મોબાઇલ કાર સહીત કુલ કિ.રૂ.1.58 લાખનો મુદામાલ સાથે બે શખ્સને ઝડપી પાડેલ હતો. જ્યારે ચંદુ નામનો શખ્સ તેમજ દારૂ પુરો પાડનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા નવાબંદર મરીન પોલીસે ચક્રગતિમાન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...