માછીમારોમાં રોષ:ઊનાનાં સીમર બંદરની 60 બોટમાં તાઉતે વાવાઝોડામાં નુકસાન, સહાય 6ને મળી

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 વર્ષથી માછીમારી કરતા લોકો ઉપર અાભ ફાટ્યું, રોજગારી છીનવાઇ : પાણી, વિજળી, શિક્ષણ, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત : માછીમારોમાં રોષ

ઊના પંથકમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. સરકાર દ્વારા અપાતી સહાયમાં અન્યાય થયાની ફરિયાદ ઉઠી રહી છે. સીમર બંદર ઉપર 60 બોટને નુકસાન થયું છે. પરંતુ માત્ર 6 બોટને જ સહાય આપવામાં આવી છે. 54 બોટને સહાય ન આપતા માછીમારોમાં રોષ ફેલાયો છે.

ઊનાનાં સીમર, સૈયદર રાજપરા, ખડા, કાળાપાણનાં ગામનાં પછાત બંક્ષીપંચ સમાજનાં 100 જેટલા માછીમારો ઝુંપડા બાધી પરિવાર સાથે રહે છે. 60 જેટલી બોટ રાખી માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં વિજળી, પાણી, શિક્ષણ જેવું સુવિધા આજ સુધી મળી નથી. પાક રસ્તા પણ બન્યાં નથી. કપાર સમયમાં વાવાઝોડાથી 60 જેટલી બોટને નુકસાન થયું છે.

માછીમારી માટેનાં સાધનો દરિયામાં તણાઇ ગયા છે. 60 બોટને નુકસાન થયું છે. પરંતુ કોલ લાયસન્સ વાળી છ બોટને સહાય આપવામાં આવી છે. 54 બોટનાં માલિકને સહાય મળી નથી.સીમર મસ્ત્યદ્યોગ સેવા સરકારી મંડળીની 15 પીલાણ બોટ આવેલી છે. તેમાં 9 ને આંસીક નુકસાન થયુ હોય સર્વે ટીમે પંચરોજ કામ કરેલ હોવા છતાં તેને વળતર ચુકવવા સ્પષ્ટ ના પાડી દીધ છે.

કોરોનામાં 4 લાખનો ખર્ચ, બોટની સહાય ન મળી : વાધાભાઈ ડાભી | વાધાભાઈ ડાભી અને તેનાં પત્નિ બેના બેન ને કોરોના પોઝિટીવ થયાં રાજકોટ હોસ્પિટલ માં બે માસથી સારવાર હેઠળ હોય ચાર લાખનોખર્ચ કર્યો થયો હતો.ઘરે આવતાં તાઉતે વાવાઝોડા એ તેમની બોટ ને નુકસાન પહોંચાડયું અને સંપૂર્ણ નાશ થઈ ગઈ દિકરાએ સહાય ફોર્મ ભર્યુ પણ પાઈ કોડીની સહાય મળી નથી.

બોટનાં કોલ ટ્રાન્સફર ન કરાવતા સહાય ન આપી : બાબુભાઈ ડાભી
બાબુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે,ઘ ણા માછીમારએ હજુ બોટ લીધી હતી. વાવાઝોડાએ નુકશાન થતા બોટનાં કોલ ટ્રાન્સફર કરાવેલ ન હતા. આવી બોટને નુકસાન થયું હોવા છતાં અસરગ્રસ્તની વ્યાખ્યામાંથી કાઢી નાખી સહાય ચૂકવાની મનાઈ કરી દેવાય છે.

54 બોટ માલિકો સાથે અન્યાય કરાયો : ભગવાનભાઈ બાંભણીયા
ભગવાનભાઈએ કહ્યું કે,60થી વધું બલટ લાયસન્ન વાળી છે તેમાં સીમર મત્સ્યોદ્યોગ સહકારી મંડળી ની 15 બોટ પણ અલગ આવેલ છે તે બધી બોટને નુકસાન થયું હોવા છતાં સહાય માત્ર છ બોટને મળી છે બાકીના 54 માછીમારને અન્યાય થયો છે.

આટલા વર્ષો જુનું બંદર છતા અન્યાય : જીગ્નેશ બાભણીયા
સીમર બંદરના માછીમાર જીગ્નેશ બાંભણીયા કહે છે કે આટલા વર્ષો જુનું બંદર હોવા છતાં વહીવટી તંત્ર એ પ્રાથમિક સુવિધા ઓથી વંચિત રાખ્યુ છે. સતત અન્યાય થયો છે.

અભ્યાસ માટે 3 કિમી દુર જવું પડે છે : પૂનમ બાંભણીયા
પુનમ બાંભણીયા કહેછે કે, અમારાં સીમર બંદરમાં 40 જેટલાં માછીમાર સમાજના બાળકોના શિક્ષણ માટેની સુવિધા તો છે. પણ પરંતુ અભ્યાસ માટે ત્રણ કિ.મી. દૂર શાળા આવેલ છે. અભ્યાસ માટે દુર જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...