તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઊના તાલુકાના ગાંગડા ગામના 60 - થી 70 પરિવારો સહાયથી વંચિત, ન્યાય ન મળે તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાઉતે વાવાઝોડા બાદ આજ સુધી ઊનાના ગાંગડાના ગરીબ પરવારોને કેશડોલ, મકાન ધરાશાયી, ઘરવખરી સહાય ન મળતાં મોટી સંખ્યામાં લોકોએ ઊના પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ઊનાના ગાંગડામાં 60 થી 70 ગરીબ પરીવારોને કેશડોલ, મકાન ધરાશાયી તેમજ ઘરવખરી સહિતની સહાય મળી નથી.

આથી ગ્રામંચાયત દ્વારા અને સર્વે કરવા આવેલી ટીમે ઘેર ઘેર જઇ સર્વે કર્યો હોવા છતાં આજ સુધી કોઇ પ્રકારની સહાય ચૂકવવામાં આવી નથી. ગાંગડાના નદીમભાઇ અબ્દુલભાઇ કુરેશી, નરેશભાઇ નથુભાઇ પરમાર સહિતના ગ્રામજનોએ ડે. કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલીક તપાસ કરી તમામ ગરીબ પરીવારોને ન્યાય આપવા માંગણી કરી છે. જો ન્યાય ન મળે તો તમામ પરીવારજનો સાથે ઉપવાસ આંદોલન પર ઉતરવા ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...