હાલાકી:વાવાઝોડાને 6 માસ વિત્યા છતાં લોકો સહાયથી વંચિત

ઊના10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆતો બાદ કોઈ જ કાર્યવાહી નહી, ડે.કલેકટરને આવેદન આપી યોગ્ય કરવાની માંગ

ગીરગઢડા પંથકનાં અંબાડા ગામે વા‌‌વાઝોડા સમયે થયેલ નુકસાનની સહાય ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેતી અને મકાનમાં થયેલા નુકસાનને લઈ વહેલી તકે વળતર ચૂકવવામાં આવે એવી માંગ સાથે ગ્રામજનોએ ડે.કલેકટરને આવેદન આપ્યું હતું.લોકોએ જણાવ્યું હતું કે, છ માસ જેવો સમય વિતી ગયો છે છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

જ્યારે અમુક લોકોને સહાય ચૂકવાઈ ગઈ છે. જ્યારે અસરગ્રસ્તોને સહાય ચૂકવવાને લઈ અનેક રજૂઆતો થઈ છે. બેંક ક્વેરી યાદીમાં નામ છે છતાં કોમ્પ્યુટર યાદીમાં નથી. આ અંગે પણ યોગ્ય થવું જોઈએ. તેવી માંગ શાંતિલાલ ડી. કિડેચાએ પણ કરી છે.

ગીરગઢડાનાં 5300 ખેડૂતોને ચૂકવણું બાકી
ગીરગઢડાનાં વિસ્તરણ અધિકારી અશ્વિનભાઇ પરમારએ જણાવેલ કે તાલુકામાં અસરગ્રસ્ત ખેડૂતો ૧૧,૩૦૦ હોય. જેનું ૪૭ કરોડની આસપાસ સહાય ચુકવાય ગયેલ છે. જ્યારે ૬ હજાર હેકટરમાં ૫૩૦૦ ખેડૂતોને ચુકવણુ બાકી છે. તેઓના સર્વે સીટમાં નામ નથી. તેના કારણે ગ્રાન્ટ ફાળવણી ન આવતા સહાય ચુકવાયેલ નથી. અને રૂ.૧૦ કરોડ જેટલુ ચુકવણું બાકી હોવાનું જણાવ્યું હતું.
ઊનાનાં 667 ખેડૂતોને સહાય બાકી
ઊનાના વિસ્તરણ અધિકારી હિમાનીબેનએ જણાવેલ કે કુલ ૧૩,૬૯૭ લાભાર્થી હોય તેમાં રૂ.૬૫,૦૨,૮૭,૯૦૦ મંજુર થયેલ. જેમાંથી રૂ.૪૦ લાખનો ડ્રાફ્ટ તાલાળાથી આવશે એટલે ચુકવાય જશે. બાકીના ખેડૂતોનું ચુકવણુ થઇ ગયેલ છે. જ્યારે ૬૬૭ ખેડૂતો બાકી છે જેથી રૂ.૨,૯૬,૭૧,૮૦૦ ની ગ્રાન્ટ માંગેલી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...