વેરાવળ:ઊનામાં ધોળે દિવસે ફાયરિંગ, પાલિકા પ્રમુખ સહિત 6 ઘાયલ

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના વર્તમાન પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ - Divya Bhaskar
પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના વર્તમાન પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ
  • બાઇક પર આવેલા શખ્સોએ ગોળીઓ છોડી

શહેરના ગિરગઢડા રોડ પર આજે પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ પર બાઇક પર આવેલા 3 શખ્સોએ રીવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું. જેનો વળતો જવાબ આપતાં હુમલાખોરોને પણ ઇજા થઇ હતી. આ બનાવમાં પૂર્વ ધારાસભ્યને બચાવવા વચ્ચે પડેલી બે વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના વર્તમાન પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ મિતેષ શાહની બાઇક પર બેસી પૂર્વ પાલીકા સભ્ય ગીતાબેન છગનું અવસાન થતાં ખરખરો કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આજ વિસ્તારમાં રહેતા પાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી (રાધેભાઇ)ના સસરા અનંતરાય ઠાકર ઘરની બહાર બેઠા હતા. એ વખતે એક બાઇક પર ત્રિપલ સવારીમાં ત્યાં આવી પહોંચેલા શખસોએ ફાયરીંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...