તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઊના-દીવ રોડ પરથી દારૂની 509 બોટલો સાથે 5 મહિલા ઝડપાઇ

ઊના8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓના પોટલા ચેક કરતા દારૂની બોટલો મળી આવી

કેન્દ્રશાસીત દીવથી વિદેશી દારૂની વ્યાપક પ્રમાણમાં હેરાફેરી થતી હોય. ત્યારે દીવથી મહીલાઓ દારૂની બોટલનો જથ્થો પોટલામાં બાંધી લઈ આવતી હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી અને મહીલાઓને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડેલ હતી.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, જમનાબેન મુકેશ સોલંકી રહે. નાંદણ, ગીતાબેન વિનય ચારણીયા રહે. જાખરવાડા, લક્ષ્મીબેન ઉર્ફે લછુબેન અરવીંદ ચારણીયા રહે. જાખરવાડા, મંજુલાબેન સામત સોલંકી રહે. નાંદણ, લક્ષ્મીબેન બાબુ બાંભણીયા રહે. નવાબંદર પાંચ મહીલાઓ દીવથી દારૂ લઇ આવતી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દીવ રોડ પર આવેલ એહમદપુર માંડવી નગીના ઢોરા પાસે વોચ ગોઠવી અને દીવ તરફથી ચાલીને આવતી મહીલા પાસે રહેલ પોટલાની તપાસ કરતા પોટલામાંથી વિદેશી દારૂની જુદી જુદી કંપનીની કુલ. 509 બોટલો જેની કિ.રૂ.27,950ના મુદામાલ સાથે પોલીસે 5 મહીલાઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...