તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મહિલા સહિત 5 એ હથિયારો સાથે 3 વ્યક્તિ પર હુમલો કર્યો

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન ચણવાની વાત મિત્રને કરતા સારૂ નહિં લાગતા મામલો બિચક્યો

ઊનાના પાલડી ગામે રહેતા યુવાન પોતાની માલીકીના પ્લોટમાં મકાન બનાવવાની વાત તેના મિત્રને કરતો હતો. તે વાતનું સારૂ નહીં લાગતા મહીલા સહીત 5 શખ્સોએ લાકડા વડે એક જ પરીવારના ત્રણ સભ્યો ઉપર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજા પહોંચતા યુવાને તમામ સામે નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ પાલડી ગામે રહેતા રમેશભાઇ ભીખાભાઇ મારૂએ પ્લોટમાં મકાન બનાવવાની વાત તેના મિત્ર અશોક વીરાભાઇ સોલંકી સાથે કરતો હતો. ત્યારે ધીરૂ દેવશી સોલંકી, નારણ દેવશી સોલંકી, દેવશી કુંભા સોલંકી, પુનીબેન ધીરૂ સોલંકી, વાલીબેન નારણ સોલંકી રહે.પાલડી તેમને સારૂ નહીં લાગતા ઉશ્કેરાઇ જઈ હુમલો કર્યો હતો. તમામ શખ્સોએ ઘરે જઇ રમેશભાઇ, મોતીબેન, હેતલબેન સહીતને લાકડા વડે માર મારતા શરીરમાં તેમજ કપાળના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાશી છુટ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલીક ઇમરજન્સ 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...