તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ઊના તાલુકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5નાં મોત, તાત્કાલીક બે ખાટલાવાળા સ્મશાનની વ્યવસ્થા ઉભી કરાઇ

ઉનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઊનામાં કોરોનાનાં કેસ વધતા બજારો સેનેટાઇઝ કરાઇ હતી. - Divya Bhaskar
ઊનામાં કોરોનાનાં કેસ વધતા બજારો સેનેટાઇઝ કરાઇ હતી.

ઊનામાં કરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે અલગ સ્મશાનની વ્યવસ્થા માત્ર 24 કલાકમાં ઉભી કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે નગરપાલીકાના કર્મચારીઓને સાથે રાખી હાલ કાર્યરત મોહનસુખ ધામ સ્મશાનની બાજુમાં આવેલા મેદાન તાત્કાલીક જેસીબી દ્વારા સફાઇ કરાવામાં આવી હતી,અને તેમા અગ્નિદાહ માટે 2 ખાટલાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને ત્યાં લાકડા, પાણીની સુવિધા પણ તાબડતોબ કરવામાં આવી હતી.

ઊના શહેર-તાલુકાના લોકો પોતાના સ્વજનો જો કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓને આ સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.ઊના, ગીરગઢડા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે કોરોનાથી મોત પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 5ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે.

 • ખાનગી હોસ્પીટલમાં કોવીડ ના દર્દીઓની સારવાર માટે બે દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે કોવીડ હોસ્પિટલમાં 22 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે, કોરોનાના દર્દીઓમાં વધારો થતા તમામ 22 બેડ ફુલ થઇ ગયા હતા. અને આ તમામ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.

ઊના શહેરી આરોગ્ય કેન્દ્રનાં અર્બન સેન્ટરમાં 3 કર્મીને કોરોના પોઝિટીવ
ઊના શહેરી આરોગ્ય કેન્દ્રના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ માટે સવારથીજ લોકોની લાંબી કતાર જોવા મળતી હોય છે. ત્યારે અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારી પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય છે. ત્યારે 3 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા ભયનો માહોલ ફેલાયેલ હતો. જ્યારે શહેરમાં 6 દિવસમાં સ્વૈછીક લોકડાઉન લાદવામાં આવ્યુ હોય તેમ છતા પણ કોરોનાના રોજીંદા 50 કેસો આવતા હોવાનું તબીબો માંથી જાણવા મળી રહ્યુ છે. તેમજ ઊનામાં શરૂ થયેલ 22 બેડની કોવીડ હોસ્પીટલનો પ્રારંભ થતાની સાથે જ પોઝિટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા હોય હાલ એક પણ બેડ ખાલી ન હોય તેમજ 22 બેડની કોવીડ હોસ્પિટલમાં તબીબ સહીત 25 નો સ્ટાફ ખડેપગે સેવા કરી રહ્યા છે.

ડોળાસા નજીકના કાણકીયામાં કોરોનાએ દંપતીનો ભોગ લીધો
ડોળાસાની 4 કિમીના અંતરે આવેલા કાણકિયા ગામમાં આશરે 2500ની વસ્તી છે અને થોડા દિવસથી કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે.હાલ 15 કેસ એક્ટિવ છે જ્યારે ગુરૂવારે કોરોના ગ્રસ્ત પટેલ દંપતીનું મોત થયું છે.આ ઉપરાંત એક રત્નકલાકારનું પણ હૃદયરોગના હુમલાથી મોત થતા આ ગામમાં એક દિવસમાં 3 લોકોના મોતના સમાચાર થી ગામ માં અશ્રુનો દરિયો વહ્યોં હતો.આરોગ્ય વિભાગદ્રારા આ ગામમાં યોગ્ય કામગીરી કરી લોકોને પણ જાગૃત કરવામાં આવે તે જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે,કે આ પંથકમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે જેમાં ખાસ કરીને ડોળાસા, પાંચપીળવા,કાણકિયાનો સમાવેશ થાય છે.લોકોએ પણ હવે તકેદારી રાખવી જરૂરી છે તો જ કોરોના ચેઇન તૂટશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો