જર્જરીત:ગીર સોમનાથ જિલ્લામાં 400 આંગણવાડી કેન્દ્ર જર્જરીત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 387 આંગણવાડી ભાડાનાં મકાનમાં બેસે છે

ગીર સોમનાથ જિલ્લાની 400 જેટલી આંગણવાડીઓને જર્જરિત થયાં પછી પણ મરામત કરવામાં આવી નથી. ત્યારે આઈ સીડીએસ કચેરીના પોગ્રામ ઓફિસર પાસેથી ધારાસભ્ય પુંજાભાઈ વંશએ વિગતો મેળવીને ઉના, ગીરગઢડા તાલુકાની જર્જરીત આંગણવાડી કેન્દ્ર અંગે જિલ્લા ફરીયાદ સમિતિમાં પ્રશ્ર ઉઠાવ્યો હતો.

ઊના, ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તરમાનાં જુદા જુદા વોર્ડમાં કુલ 373 આંગણવાડી કેન્દ્ર ચાલે છે. તેમાં સરકારી માલિકીના 225 કેન્દ્ર આવેલા છે, તે પૈકીના 128 કેન્દ્ર તો જર્જરીત હાલતમાં મુકાયેલા છે અને બાળકને આ કેન્દ્રમાં મોકલવા પણ જોખમ રૂપ બની શકે છે.

ખુદ બાળ સંકલીત કચેરીએ આપેલ માહિતીમાં હજુ પણ ઊના, ગીરગઢડા તાલુકાના વિસ્તારમાં 97 આંગણવાડી કેન્દ્ર ભાડાનાં મકાનમાં ચાલે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, તાલાલા, ઊના, ગીરગઢડા, વેરાવળ, મસુત્રાપાડાની કુલ 1166 આંગણવાડી કેન્દ્રમાંથી 683 કેન્દ્ર સરકારની માલીકીની છે. 387 કેન્દ્ર ભાડાના મકાનમાં છે. 400 કેન્દ્રને મરામત કરવા પડે તેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...