તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઊનાના સીલોજમાં મોરનો શિકાર કરનાર વધુ 3 ઝડપાયા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પકડાયેલાના જામીન નામંજૂર, જેલહવાલે કરાયા

ઊનાના સીલોજમાં ધારાવાડી કાદી સાખલીવાવ વિસ્તારમાં ઝેરી ઘઉં ખવડાવીને મોરનો શિકાર કરનારા વધુ 3 ઝડપાઇ ગયા છે. સીલોજમાં મોરનો શિકાર કરનારા પૈકી મુળુ જીવા વાઘેલાને વનવિભાગે તાકીદે ઝડપી લીધો હતો. જ્યારે બીજા શખ્સો નાસી ગયા હતા. મુળુને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. તેની પુછપરછમાં મનુ બાલુ વાઘેલા, મુકેશ ભુરા વાઘેલા અને હમીર બાલુ વાઘેલાના નામ ખુલતાં વનવિભાગે ત્રણેયને પકડ્યા હતા. જેમાં મનુ બાલુ વાઘેલાના વધુ 1 દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.

જ્યારે મુકેશ ભુરા અને હમીર બાલુની વધુ પુછપરછ ચાલુ છે. દરમ્યાન મુળુના રીમાન્ડ પૂરા થતાં અને તેની જામીન અરજી નામંજૂર થતાં તેને જૂનાગઢ જેલ હવાલે કરાયો છે. બનાવની વધુ તપાસ જશાધારના આરએફઓ જે. જી. પંડ્યા, એસીએફ એન. જે. પરમાર, ફોરેસ્ટર વિરાભાઇ ચાવડા, ફોરેસ્ડ ગાર્ડ ભાવિનસિંહ સોલંકી, દિલીપભાઇ સરવૈયા, વિજયભાઇ રાવલ, વલકુભાઇ પરબતભાઇ વનરાજભાઇ સહિતના ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...