તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઊના-દેલવાડા રોડ પર 3 બાઇક અથડાઇ, 2નાં ઘટના સ્થળે મોત

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે ત્રણ બાઇકો દૂર દૂર સુધી ઢસડાઇને ફેકાઇ ગઇ હતી. - Divya Bhaskar
અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે ત્રણ બાઇકો દૂર દૂર સુધી ઢસડાઇને ફેકાઇ ગઇ હતી.
  • 3 ને ગંભીર ઇજા : 3 દિવસમાં અકસ્માતમાં 6 નાં મોત થયા

ઊના દેલવાડા દિવ રોડ ગોજારો બની રહ્યો છે. અને ત્રણ દિવસ દરમિયાન બાઇક અકસ્માતની ઘટના સર્જાતા 6 માનવ જીંદગી છીનવાય ગયેલ છે. અને વધુ એક અકસ્માતમાં બેનાં ઘટના સ્થળે મોત થયા હતાં. અને ત્રણને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત વિગત મુજબ સાંજના 4 વાગ્યાના સમય આસપાસ દેલવાડા રોડ પર આવેલા એલજીપી પંપ પાસે દેલવાડા તરફ જતી આવતા ત્રિપલ બાઇક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર પરેશભાઇ શરદચંદ્ર પંડ્યા( ઉ.વ.45 રહે.દિવ) અને બીજા બાઇક સવાર સુનિલભાઇ અશોકભાઇ રાઠોડ( ઉ.વ.24 રહે. સૈયદ રાજપરા વાળા)નું અકસ્માતમાં કરૂણ મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક ચાલક તેમજ તેની પાછળ સવાર સુરેશભાઇ સોલંકી (ઉ.વ.35 રહે. વણાંકબારા, દિવ,), સવિતાબેન (ઉ.વ.60 રહે.વણાંકબારા દિવ), હિતેષભાઇ દિલીપભાઇ બાંભણીયા (ઉ.વ.19 રહે.સૈયદ રાજપરા)ને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે ત્રણ બાઇકો દૂર દૂર સુધી ઢસળાઇને ફેકાઇ ગઇ હતી. અકસ્માતનાં પગલે વાહન વ્યવહાર અટકી પડતા ટ્રાફીક જામ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...