તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઊનાના દાંડીના 29 માછીમારો પાક. જેલમાં, પરિવાર આર્થિક મુશ્કેલીમાં

ઊના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગિર સોમનાથ જિલ્લાના 202 માછીમારો હાલ પાક. જેલમાં કેદ, માત્ર ઊનાનાં 29 માછીમારો

ઓખા, જખૌ, દ્વારકા, કચ્છની દરિયાઈ સીમા નજીકથી માછીમારી કરતી બોટોને અવારનવાર પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સી પકડીને લઇ જાય છે. અને વર્ષો સુધી જેલમાં ગોંધી રાખતી હોય છે. ગિર સોમનાથ જિલ્લાના કુલ 202 માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં છે. ત્યારે ઊના તાલુકાના એકલા દાંડી ગામનાજ 29 માછીમારો હાલ પાક.માં કેદ છે.

પાક. જેલમાં રહેલા માછીમારોનાં પરિવારોએ અનેક યાતના વેઠવી પડે છે. આ મહિલાઓ, તેમના બાળકો પૂછે છે, અમારા સ્વજન ક્યારે છૂટશે. મત્સ્યોદ્યોગનાં અધિક્ષક નાયબ નિયામકની કચેરીનાં રેકર્ડ આધારિત માહિતી મુજબ 3 માર્ચ 2017 થી 2 ફેબ્રુઆરી 2020 સુધીમાં ગીર સોમનાથ જીલ્લાના 202 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેમાં એકલા ઊના તાલુકાના દાંડી ગામનાજ 29 માછીમારો સામેલ છે.

આ ઉપરાંત 2021 નાં વર્ષ દરમ્યાન પણ માછીમારોને પાકિસ્તાને પકડ્યા છે. તેની વિગતો હજુ જોકે મળતી નથી. આમ 5 વર્ષ જેવા લાંબા સમયથી આ માછીમારોનાં પરિવારોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં હજુ તેમના સ્વજનો ક્યારે છૂટીને આવશે તેની ખબર નથી. પણ પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારો કેમ છૂટતા નથી તેનો સ્પષ્ટ જવાબ નથી મળતો.

માછીમારોનાં પરિવારોનો પણ આક્ષેપ છેકે, બોટ માલીકો પોતાની બોટમાં જેતે મુખ્ય ટંડલના હસ્તક બીજા માછીમારોને સિઝન આધારિત પગાર નક્કી કરીને બોટમાં લઈ જતાં હોય છે. પણ તેઓને પાકિસ્તાન પકડી જાય ત્યારે છોડાવવાની કોઈ કાર્યવાહી કરતા નથી. એટલુંજ નહીં તેમના પરીવારોને આર્થિક મદદ પણ કરતા નથી. આથી ઘરની મહિલાઓ-બાળકો માનસિકની સાથે આર્થિક રીતે પણ ભાંગી પડતી હોય છે. આવા પરિવારોનાં બાળકોએ શિક્ષણ છોડીને મજૂરી કામે લાગી જવું પડે છે. તેઓ બાળ મજુરીને કારણે અનેક બિમારીનો ભોગ પણ બને છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો