તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:22 ગામના લોકોનો ઊના ટીડીઓ કચેરીને ઘેરાવ

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાની નુકસાનીનો રીસર્વે કરી અન્યાય દૂર કરવા માંગ : ઊના -ગીરગઢડા તાલુકાના લોકોને નુકસાનીની સહાય આપો

ઊના અને ગિરગઢડા તાલુકાના 22 ગામના લોકોએ ઊના મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીમાં સુત્રોચાર સાથે કચેરીને ઘેરાવ કરી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખાસ કરીને વાવાઝોડામાં થયેલી નુકસાનીની સહાયની માંગ કરાઇ છે. ઊના-ગિરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉતે વાવાઝોડાએ ભારે તબાહીના મચાવેલી અને લોકોને ભારે નુકશાન થયું હતું. જેમાં મકાન, ઝૂંપડા અને કાચાપાકા મકાનો ધરાવતા અનુસુચિત જાતિ, આદિવાસી, બક્ષીપંચ, વંચિત સમુદાયના અસરગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવવામાં તંત્ર અને સર્વે ટીમો દ્વારા અન્યાય કરાયાનો આક્ષેપ ઉઠ્યો છે.

સાથે સરકારની યોજનાઓ અને જાહેરાત મુજબ સંપૂર્ણપણે નાશ પામેલાં મકાનો અને છાપરાં-પતરાંના ઝૂંપડામાં વસતાં પરિવારોને નહીંવત પ્રમાણમાં કેશ ડોલ્સ અને મકાન સહાય ચૂકવી છે. આ ઉપરાંત મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં સર્વે પૂરો થવા છત્તાં હજુ સુધી સહાયની કરમ ચૂકવવામાં આવી નથી. તેનાં કારણે લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. પંચાયત કચેરીમાં સવારથી સાંજ સુધી ગરીબ પરીવારના અસરગ્રસ્તો ધક્કા ખાતા હોવા છતાં સહાયની ચૂકવણીના પ્રશ્નોનો નિકાલ કરાતો નથી.

આ બાબતે સહાયની ચૂકવણીમાં વિસંગતતા ઉભી કરી અન્યાય થતો હોઇ ફરી સર્વે કરી બાકી રહી ગયેલા અને હાલમાં જેને સહાય ચૂકવાય છે. તેનો રીસર્વે કરીને લાભાર્થીને મળવા પાત્ર હોય તેમને આપવા સોરાષ્ટ્ર અનુસુચિત જાતિ સંગઠન ગિરગઢડા દ્વારા ઊના ટીડીઓ ઓડેદરાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

સહાયમાં વ્હાલા દવલાની નિતી રખાયાનો આક્ષેપ
વાવાઝોડાની સહાય અને કેશડોલની ચૂકવણીમાં તંત્ર દ્વારા ખાસ કરીને ગિરગઢડા તાલુકામાં વ્હાલા દવલાની નિતી અપનાવાયાનો આક્ષેપ ઉઠ્યો હતો. જેને પગલે થોડા દિવસો પહેલાં ગિરગઢડા પંથકના લોકોએ આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...