ક્રાઇમ:ઊનાનાં દેલવાડા- વાંસોજ રોડ ઉપર બાઇકમાંથી 204 બોટલ દારૂ ઝડપાયો

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા એકની અટક, બે નાસી જવામાં સફળ

દીવથી વિદેશી દારૂની બોટલોની સપ્લાય બુટલેગરો દ્વારા કરવામાં આવતી હોય તેમ દીવથી વિદેશી દારૂ બાઇક પર શખ્સો લઇ આવતા હોવાના બાતમી આધારે પોલીસે દેલવાડા-વાંસોજ રોડ પર બાઇક રોકાવી તલાસી લેતા વિદેશી દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો બે નાશી છુટ્યા. પ્રાપ્ત વિગત મુજબ મનીષ સોમાત સોલંકી, વિજય કાંતી તેમજ વિજય રાણા (રહે. ઊના) આ શખ્સો દીવ તરફથી દારૂ લઇ આવતા હોવાની બાતમી આધારે પોલીસે દેલવાડા-વાંસોજ રોડ પર આવેલ ખંઢેરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી બાઇકની તલાસી લેતા નં.જીજે 11 ક્યુ ક્યુ 5707 તેમજ જીજે 11ક્યુ ક્યુ 2729 માં વિદેશી દારૂની જુદી જુદી બ્રાંન્ડની બોટલ 204 કિ.રૂ.18,900 તેમજ બે બાઇક સહિત કુલ રૂ.68,900ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડેલ.

જ્યારે વિજય કાંતી તેમજ વિજય રાણા બન્ને શખ્સો પોલીસને જોઇ નાશી છુટેલ હતા. તેમજ ઊનાના નાંદરખ ગામે રહેતા હસમુખ જોરૂ ગોહીલ તેમજ રણજીત વલકુ ગોહીલ બન્ને શખ્સો સામતેર નજીક રામેશ્વર ગામના પાટિયા પાસેથી નં.જીજે 32 એન 3745 બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા 47 બોટલ કિ.2350 અને બાઇક સાથે કુલ રૂ.32,350નો મુદામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...