તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નાથળના 2 કુખ્યાત બુટલેગરને 4 જિલ્લા બહાર તડીપાર કરાયા

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગાઉ આ બન્ને ઈસમો સામે અનેક ફરીયાદ નોંધાયેલ છે

ઊનાના નાથળ ગામે રહેતો અને દારૂના ગુનામાં સંડોવાયેલા 2 શખ્સો વિરૂધ્ધ ઊના પોલીસમાં અનેક ફરીયાદો નોંધાવેલી હોય. જેને ધ્યાને લઈને આ બુટલેગરને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી જિલ્લામાંથી હદપાર કરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નાથળ ગામે રહેતો મહમદહુસેન યુસુફ શેખ તેમજ લખુભાઇ કરણા ઝાલા આ બન્ને ઈસમો દારૂની પ્રવૃતિ સાથે સંડોવાયેલ હોય. અને ગીર સોમનાથ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક જી.બી.બાંભણીયા દ્વારા તાલુકામાં ગે.કા. રીતે દારૂની પ્રવૃતી અટકાવવાની સુચના આપેલ હોય. જેના આધારે ઊના પીઆઈ વી.એમ.ચૈધરી, પો.હેડ.કો. પી.પી.બાંભણીયા, સહીતના સ્ટાફે નાથળ ગામેથી બન્ને આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી હદપારી દરખાસ્ત કરી હતી. જેથી ગીર-સોમનાથ જિલ્લો, જુનાગઢ, અમરેલી, પોરબંદર, જિલ્લાની શહેર તથા ગ્રામ્ય હદ વિસ્તાર માંથી 6 મહિના માટે હદપારીનો હુકમ થતાં ધોરણસરની કાર્યવાહી કરી ભાવનગર જિલ્લાના મહુવાના બગદાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટીટોડીયા ગામે તડીપાર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો