તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:ઊનાના 5 ગામોમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇટાળી ગામે વિજળી પડતાં લીમડાનું ઝાડ ઉભું ફાટ્યું. - Divya Bhaskar
ઇટાળી ગામે વિજળી પડતાં લીમડાનું ઝાડ ઉભું ફાટ્યું.
  • ઉપરવાસમાં ભારે વરસાદથી નાના સમઢિયાળાની માલણ નદીમાં પૂર, ખેતરોમાં તળાવની માફક પાણી ભરાયા
  • કેસરિયા, સોનારી, કોબ, ભીંગરણ, કાજરડી, નાના સમઢિયાળામાં 2, સનખડામાં 1, સીમાસી, કાણકિયા, કરેણી, રેવદમાં અડધો ઇંચ

ઊના પંથકમાં સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગતરાત્રે ઊના શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. મંગળવારે બપોરે ગ્રામ્ય વિસ્તારોમાં 1 કલાકમાં અડધો થી 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઊના પંથકના કેસરિયા, સોનારી, કોબ, ભીંગરણ અને કાજરડીમાં 2 ઇંચ વરસાદ થયો હત. આ ઉપરાંત સનખડામાં 1 ઇંચ તેમજ ગાંગડા, સીમાસી, રેવદ, કાણકિયા અને કરેણી સહિતના ગામોમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

કેસરિયા સહિતના 5 ગામોમાં 1 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડતાં રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. ગામમાં પાણીના ખાબોચિયાં ભરાયા હતા. તો ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ 2 ઇંચ વરસાદ થતાં આ વરસાદ વાવણી લાયક પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગરમી અને અસહ્ય બફારા વચ્ચે લોકોને વરસાદ ઠંડક માણવા મળી હતી. જોકે, અમુક ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો અમુક ગામોમાં માત્ર વાદળો ઘેરાયા હતા. વરસાદ ગજ્યો હતો, પણ વરસ્યો નહોતો.

ઇટાળી ગામે વિજળી પડતાં લીમડાનું ઝાડ ઉભું ફાટ્યું
મેંદરડા તાલુકાના ઇટાળી ગામે આજે બપોરે બે વાગ્યાના અરસામાં વિજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગામના સરપંચના જણાવ્યાનુસાર આજે બપોરે દોઢથી પોણા બે વાગ્યાના અરસામાં આશરે દોઢ ઇંચ વરસાદ પડ્યો. જેમાં જંગલની બોર્ડરે આવેલા લાલજીભાઇ શંભુભાઇ સાવલિયાની વાડીએ લીમડાના ઝાડ પર વીજળી પડતાં આખું ઝાડ ઉભું ફાટી ગયું હતું. ઝાડ નીચે કોઇ માનવી કે પશુ ન હોવાથી જાનહાનિ કે ઇજા થઇ નથી. વાડી માલિકના કહેવા મુજબ, વિજળી પડતાં ડાળીના કટકા દુર સુધી ફંગોળાયા હતા. બનાવ વખતે વાડીએ 4 થી 5 મજૂરો હતા. પણ તેઓ લીમડાના ઝાડથી સોએક ફૂટ દૂર બીજા ઝાડ નીચે હતા. તસવીર- જીતેન પાઠક

અન્ય સમાચારો પણ છે...