અકસ્માત:ઊના નજીક દેલવાડા-દિવ રોડ પર ગાયને બચાવવા જતાં 2 બાઇક ટકરાઇ, 2 મોત

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિવથી આવતા ત્રિપલ સવાર બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો

ઊના નજીક દેલવાડા-દિવ રોડ પર ડબલ સવારીમાં આવતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બે યુવાનોને ગંભીર ઇજા થઇ હતી. જેમાં બે યુવાનોના ઘટનાસ્થળેજ મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ મૃતકના થતાં મોટી સંખ્યામાં સંબંધીઓ હોસ્પીટલે દોડી આવ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ગત મોડી રાત્રે ફરીદભાઇ ફિરોજભાઇ પઠાણ (ઉ. 22, રે. નાળિયા માંડવી) પોતાના ગામેથી બાઇક પર ડબલ સવારીમાં દેલવાડા જતા હતા. એ દરમ્યાન દિવ રોડ પર આવેલી માધવ સ્કુલ પાસે રસ્તા પર અચાનક ગાય આડી ઉતરતાં બાઇક ફંગોળાઇ જતાં ગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. એજ વખતે દિવથી ઊના તરફ ત્રિપલ સવારીમાં પાછળ આવતી બાઇકના ચાલક ભાણજીભાઇ દેવશીભાઇ ડાભી (ઉ. 26, રે. ગરાળ) ની બાઇક પણ ધડાકાભેર ભટકાઇ હતી. આ અકસ્માતમાં બાઇકના ચાલકોને માથાના ભાગે તેમજ હાથ પગમાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયા હતા. બન્નેને સારવાર મળે એ પહેલાં જ તેમના મોત નિપજ્યા હતા. જ્યારે બાઇકમાં સવારી કરતા બીજા 3 ને નાની-મોટી ઇજા થતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે. આ અંગે ઇજાગ્રસ્ત સાહિલ ઉસ્માન શેખે ઊના પોલીસમાં ત્રિપલ બાઇક સવાર વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...