તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:ઊનાના નાળિયા માંડવીમાં 1 દિવસમાં 195 નું વેક્સિનેશન

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇએ પ્રથમ ડોઝ ન લીધાના અહેવાલ બાદ લોકો આવ્યા

ઊનાના નાળીયા માંડવી ગામે અગાઉ એક પણ વ્યક્તિએ કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ પણ ન લીધાનું આરોગ્ય વિભાગનો રેકર્ડ બોલતો હતો. ગામ લોકોએ દીવ કામે જતા હોઇ ત્યાંજ રસી મૂકાવી આવ્યાનું સરપંચે જણાવ્યું હતું. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં તા. 7 ઓગસ્ટે પ્રસિદ્ધ થયો હતો. .

આ અહેવાલને પગલે દેલવાડા પીએચસી કેન્દ્ર દ્વારા નાળિયા માંડવી ગામે મંગળવારે કોરોના વેક્સીન માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં 195 લોકોએ કોવેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. ગામના જે લોકોએ દિવમાં રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેઓને બીજો ડોઝ આપવા માટે આગેવાન દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતા દેલવાડા પીએચસી દ્વારા બીજો ડોઝ આપવા માટેનું આયોજન કરાશે. એમ ડો. કૃપાબેને જણાવ્યું છે.

સનખડામાં એક દિવસમાં 500 ડોઝ
સનખડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનનો મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં 500 ડોઝ અપાયા હતા. પીએચસીના સુપરવાઇઝર રાજેશભાઈએ જણાવ્યું હતું કે, સનખડામાં 80 ટકા વેક્સીનેશન થઇ ગયું છે.

કાણકબરડામાં 100 ટકા વેક્સિનેશન
કાણકબરડા ગામે સામતેર પીએચસી દ્વારા 18 થી વધુ ઉંમરના લોકોને 100 ટકા વેક્સીનેશનની કામગીરી કરાઇ છે. આ માટે ગ્રામજનોએ સામતેરના આરોગ્ય સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...