તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનિયમિતતાનુ આચરણ:ઊના-ગિરગઢડાના 4 સરપંચ પાસેથી 14.77 લાખ વસુલાશે

ઊના23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખાપટ, દેલવાડા, સોંદરડી, વેળાકોટના સરપંચે 14 માં નાણાંપંચની ગ્રાન્ટમાં અનિયમિતતા આચરી હતી

14 માં નાણાપંચની વિકાસ માટે મળેલી ગ્રાન્ટમાં નિયમોનું પાલન ન કરાતાં ફાળવેલી રકમના 20 ટકા લેખે સરપંચ પાસેથી વ્યાજ સહિત રૂ. 14,77,000 તા. 31 માર્ચ સુધીમાં વસુલાત કરવા ડીડીઓએ આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતને સીસી રસ્તા, સ્ટ્રીટલાઇટ, પેવરબ્લોક, હેન્ડપંપ, ગટર, પાણીની પાઇપલાઇન જેવા લોકોની પ્રાથમિક સુવિધાના કામો માટે દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

પણ ઊના તાલુકાના દેલવાડા, ખાપટ, સોંદરડી અને ગિરગઢડાના વેળાકોટના સરપંચ અને તેના મળતિયાઓએ સરકારી નિયમ અને ટેન્ડર પ્રક્રિયાની શરતોનો ભંગ કરી નાણાકિય અનિયમીતતા બદલ ગુજરાત પંચાયત અધિનીયમની કલમ 51 એક અનુસાર રૂ. 14 લાખ 77 હજારથી વધુની રકમ વસુલવાનો જીલ્લા વિકાસ અધિકારીએ બંને તાલુકા પંચાયતોને આદેશ આપ્યો છે.

કોની પાસેથી કેટલા વસુલાશે ?
1. ખાપટના સરપંચ કડવીબેન પાંચાભાઇ બાંભણિયા પાસેથી રૂ. 7,82,120 2. દેલવાડાના સરપંચ વિજયભાઇ લાખાભાઇ બાંભણિયા પાસેથી રૂ. 99,880
3. સોંદરડીના સરપંચ રાજુબા ધુસાભાઇ ગોહિલ પાસેથી રૂ. 1.20 લાખ
4. વેળાકોટના સરપંચ માલબેન ભગવાનભાઇ બાંભણિયા પાસેથી રૂપિયા 4,75,440

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો