માંગ:ઊના પંથકની 111 પ્રા. શાળામાં શિક્ષણ ઓફલાઈન,મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 32,159 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યાં છે કેન્દ્રનાં તાળા ક્યારે ખુલશે જોવાતી રાહ

કોરોના મહામારીને લઈ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે,બાદમાં સ્થિતી સામાન્ય થતા ફરી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું. પરંતુ થોડા સમય બાદ કોરોનાની ત્રીજી લહેર આવતા ફરી શાળાઓને તાળા લાગી ગયા હતા. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. પરંતુ હજુ સુધી મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ ન થતા છાત્રોને જમવાનું મળતું નથી.

કોરોનાની ત્રીજી લહેર ખતમ થતા સરકારે ફરી શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો. અને છાત્રો પણ હોંશેહોશે શાળાએ પહોંચી રહ્યાં છે. ત્યારે ઊના તાલુકાની વાત કરીએ તો અહીંયા 111 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમા 32,159 છાત્રો અભ્યાસ અર્થે પહોંચી રહ્યાં છે. પરંતુ આજદિન સુધી એકપણ શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રોના તાળા ખુલ્યા નથી. જેથી છાત્રોને જમવાનું મળી શકતુ નથી. સરકાર દ્વારા આ અંગે વહેલીતકે નિર્ણય લઈ મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ કરવાનો આદેશ આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

છાત્રોનાં ઘરે રાશન પહોંચાડાય છે
જાણવા મળતી વિગત મુજબ મધ્યાહન ભોજન કેન્દ્રોનાં સંચાલકો દ્વારા હાલ છાત્રોના ઘરે રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે.

હજુ આદેશ મળ્યો નથી : મામલતદાર
આ અંગે મામલતદારને પુછતા તેમણે જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ કરવાને લઈ હજુ સરકારમાંથી કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...