તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રેવદના 100 પરિવારોને સહાયથી વંચિત રખાયા

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્વે કરી ગરીબોને ન્યાય અપાવવા ગ્રામજનોની માંગ

ઊના તાલુકામાં વાવાઝોડાને કારણે અસરગ્રસ્તોને ભારે નુકસાન બાદ સહાય ચૂકવવામાં આવી છે. જેમાંથી રેવદ ગામના 100 ગરીબ પરીવારોને સહાયથી વંચિત રખાયા છે. ઊના તાલુકાના રેવદ ગામે વાવાઝોડા બાદ માત્રને માત્ર માલેતુજાર વર્ગનેજ નુકસાન થયું હોય તેમ આવા નામનોજ સહાયના લિસ્ટમાં સમાવેશ કરાયો છે. અને આવા લોકોનેજ સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે આ નામોનું લીસ્ટ તપાસવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે. ગામના ગરીબ પરિવારોને નુકસાન થયું છે એવા લોકોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે.

આથી આવા પરીવારોની હાલત કફોડી બની છે. અને પોતાના ડોક્યુમેન્ટ લઇ ઠેર ઠેર ભટકતા હોવા છતાં કોઇ જવાબ આપતું નથી. આથી તંત્ર સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. આ બાબતે વાવાઝોડામાં અસરગ્રસ્તોને થયેલા નુકસાનનો રીસર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી ગ્રામજનોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...