ગીર-ગઢડામાં ખાણ ખનીજનાં દરોડા:આંકોલવાડીની સીમમાં ચકરડી મૂકી કરાતી 10 લાખની ખનીજ ચોરી પકડાઇ

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાનાં આકોલવાડી ગામમાં ખાણખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં 10થી વધુની ખનીજ ચોરી સામે આવી હતી. ખાણખનીજ વિભાગે 5 ચક્કરડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ ભુમાફિયાઓ બેફામ બની તાલુકામાં લાખો રૂપિયાના પથ્થર કાઢી બરોબર સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન આકોલવાડી ગામની સીમમાં ભાવેશ વીરાભાઇ ચૂડાસમાં દ્વારા ગેરકાયદસર ખનિજ ચોરી કરતી હોવાની બાતમી આધારે ગીર-સોમનાથ જિલ્લાના ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિપુલ યોગી, રોહિત પટેલ, માઈન સુપરવાઈઝર ઘનશ્યામ વાઘાણી સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.

દરમ્યાન સ્થળ પરથી ગેરકાયદેસર પથ્થર કાપવાની 5 ચકરડી સહિત રૂ.10 લાખની ખનિજ ચોરી પકડી પાડી હતી. ઉપરાંત આ ખાણમાંથી કેટલું ખનિજ કાઢવામાં આવ્યું છે. તેની માપણી કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ખાણખનીજ વિભાગના દરોડાથી ખનિજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...