વેરાવળ:ઊના શહેરનો 1 દર્દી સાજો, તાલુકાનાં કાજરડી ગામે 1 પોઝિટીવ કેસ આવ્યો

ઊના3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગીર-સોમનાથ જિલ્લામાંથી વધુ 42 વ્યકિતનાં સેમ્પલ મોકલાયા

ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાએ વિરામ લીધા બાદ ચોથા દિવસે એક કેસ પોઝિટીવ નોંધાયો હતો. જેમાં ઊનાનાં કાજરડીમાં એક પોઝિટીવ આવ્યો હતો. જોકે ઊનાના વિદ્યાનગરમાં 45 વર્ષનાં આધેડ સાજા થતા તેઓને રજા અપાઈ હતી. હાલમાં ગીર-સોમનાથ જિલ્લામાં 23 દર્દીઓ સાજા થયાં છે. ત્યારે 22 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. કાજરડી ગામે પંદર દિવસ પહેલા મુંબઇથી આવેલા અને કાજરડી, ભાડાસી, ગામ વચ્ચે જમીન ધરાવતા મહેશ તેજા પરમાર (ઉ.વ.42)ને પોતાની વાડીનાં મકાનમાં કોરોનટાઇન કર્યો હતો. અને ગઇકાલે તેનો સેમ્પલ આરોગ્ય તંત્રે લેબમાં મોકલતા પોઝીટીવ રીપોર્ટ આવતા મેડીકલ ટીમ તેમના નિવાસ સ્થાને પહોચી હતી. યુવાનના સંપર્કમાં આવેલાનાં રીપોર્ટ લેવામાં આવ્યા હતા. આ યુવાન ટીબીનો દર્દી હોય ગઇકાલે ટીબી નો પણ ટેસ્ટ લીધેલ જેમાં ટીબીનો દર્દી હોવાનું જાણવા મળેલ છે.  

41નો રીપોર્ટ નેગેટીવ, વધુ 42 મોકલાયા
અગાઉ મોકલેલા રીપોર્ટ પૈકી 41નો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જયારે વધુ 42નો રીપોર્ટ તપાસણી માટે બુધવારે મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...